રાજ્યમાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80%
સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64%, પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29%
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10ની પરીક્ષાનું 65.18 ટકા પરિણામ આજે જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ ૂૂૂ.લતયબ.જ્ઞલિ પર વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકે છે. સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64 ટકા અને પાટણ જિલ્લાનું સૌથી ઓછું 54.29 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે છોકરાઓ કરતાં છોકરીઓએ 11.74 ટકા વધુ પરિણામ મેળવ્યું છે.
ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં અમદાવાદ શહેરનું 63.18% અને ગ્રામ્યનું 63.98% પરિણામ આવ્યું છે. શહેરમાં 586 અને ગ્રામ્યમાં 594 વિદ્યાર્થીઓએ અ1 ગ્રેડ મેળવ્યો છે.
સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ 2532 વિદ્યાર્થીઓએ અ-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 75.65 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં 0 ટકાવાળી 6 સ્કૂલ અને 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 30 છે.
વડોદરા જિલ્લાનું 61.21% પરિણામ આવ્યું છે.478 વિદ્યાર્થીને અ-1 ગ્રેડ,2505 વિદ્યાર્થીને અ-2 ગ્રેડ મળ્યો છે.વડોદરા શહેર-જિલ્લામાં ધો.10ના 70,494 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા.વિદ્યાર્થીઓના પરિણામને લઇને વાલીઓ પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.
- Advertisement -
2020માં ધો. 10નું 60.64% રિઝલ્ટ આવ્યું હતું
કોરોનાકાળની શરૂઆતમાં જ્યારે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ લોકડાઉનના 75 દિવસ બાદ 9મી જૂન 2020ના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 2020માં 10મા ધોરણનું 60.64 ટકા પરિણામ જાહેર થયું હતું. જે 2019 કરતા 5 ટકા ઓછું હતું. 2019માં ધોરણ 10નું 66.97 ટકા પરિણામ હતું. 2020માં દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ છે. તો 174 શાળાઓનું શૂન્ય ટકા પરિણામ હતું. 100 ટકા પરિણામ ધરાવતી 291 શાળાઓ હતી. 2020માં અંદાજે 10.80 લાખ વિદ્યાર્થીઓએ રાજ્યભરમાંથી પરીક્ષા આપી હતી.
કઠિન પરિસ્થિતિમાં ઝળહળતું પરિણામ
ગોંડલમાં ફેક્ટરીમાં કામ કરતા પિતાની પુત્રીને 99.99 PR
આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી મહેક રૈયાણીએ 99.99 ઙછ મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. મહેકના પિતા હરેશભાઈ ફેક્ટરીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમ છતાં મહેક હિંમત હાર્યા વગર અભ્યાસમાં મન પરોવી ધો.10ની પરીક્ષા આપી અને આજે તેણે ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. મહેકે જણાવ્યું હતું કે, હું રોજ સ્કૂલે 7 કલાક અને ઘરે 6થી 7 કલાક મહેનત કરતી હતી. મારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું સપનું છે. જ્યારે શાપર-વેરાવળમાં ખેતી કરતા પિતાની દીકરીએ 99.84 ઙછ મેળવ્યા છે.
રાજકોટની શ્રેયા ગોસાઇએ મેળવ્યા 99.99 PR
રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી શ્રેયા ગોસાઇને 99.99 ઙછ આવ્યા છે. 600માંથી 591 માર્ક મેળવ્યા છે. તેમજ ગણિત અને સામાજિક વિજ્ઞાન એમ બે વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. શ્રેયાને આગળ ઈંઈંઝમા અભ્યાસ કરવાનું લક્ષ્ય છે. શ્રેયાએ જણાવ્યું હતું કે, મારા પરિણામનો પુરો શ્રેય મારા પરિવારને જાય છે. સ્કૂલમાં લેવાતી પદ્ધતિસરની પરીક્ષાથી હું આ પરિણામ હાંસલ કરી શકી છું. હું રોજે રોજનું રિવિઝન અને પ્રેક્ટિસ કરતી હતી. મેં આયોજનપૂર્વક મહેનત કરી હતી. મારા પિતા સરકારી નોકરી કરે છે.
શાપર-વેરાવળની મૈત્રી વોરાને ગણિતમાં 100માંથી 100 માર્ક
રાજકોટના શાપર-વેરાવળમાં ખેડૂત પરિવારની પુત્રી મૈત્રી વોરાએ 99.84 ઙછ મેળવ્યા છે. તેમજ ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. મૈત્રીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું શાપર-વેરાવળથી આવું છું અને મારા પિતા ખેતી કરે છે. ગણિત વિષયમાં 100માંથી 100 માર્ક મેળવ્યા છે. ઘર કરતા મેં સ્કૂલે સૌથી વધુ મહેનત કરી હતી. આગળ મારે સાયન્સમાં અભ્યાસ કરી ગઊઊઝ ક્રેક કરવાનું સપનું છે.
રાજકોટ જિલ્લાનું 72.86% પરિણામ
રાજકોટ જિલ્લાનું 72.86 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં 0 ટકાવાળી 6 સ્કૂલ અને 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 30 છે.
સ્ટેશનરીનો વ્યવસાય કરતા પિતાનો પુત્ર ચમક્યો
રાજકોટમાં આર્ય મહેતાએ 99.88 ઙછ સાથે 95.68% હાંસલ કર્યા છે. તેમના પિતા હિમાંશુભાઈ સ્ટેશનરીનો વ્યવસાય કરે છે. પોતાની મહેનત અંગે આર્ય મહેતાએ જણાવ્યું હતું કે, હું દરરોજ 6થી 8 કલાક અભ્યાસ કરતો હતો.