યોગી આદિત્યનાથના હોમટાઉન ગોરખપુરમાં ઉશ્કેરણીજનક બેનરો
ગોરખપુરના અનેક મોહલ્લામાં બેનર દેખાતા પોલીસ એકશનમાં : ત્રણની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
ઉતરપ્રદેશમાં યોગી આદીત્યનાથ સરકારે જે રીતે આઈ લવ મોહમ્મદ બેનર અને તેવા લખાણો સામે આકરી કાર્યવાહી શરુ કરી છે અને આ પ્રકારના બેનર લગાવનાર સામે પણ પોલીસ એફઆઈઆર નોંધી રહી છે તે સમયે યોગીના હોમટાઉન ગોરખપુરમાં જ આઈ લવ મોહમ્મદના બેનર સાથે વિવાદાસ્પદ લખાણ લખાતા જબરો તનાવ વ્યાપી ગયો છે.
ગોરખપુરના અનેક વિસ્તારોમાં આઈ લવ મોહમ્મદ બેનર સાથે એવી ચેતવણી પણ આપવામાં આવી હતી કે ‘હિસાબ મે રહો હમ સબ્ર મે હૈ કબ્ર મે નહી’ અને તેની સાથે મોટા લાલ અક્ષરમાં આઈ લવ મોહમ્મદ લખાયુ છે. આ બેનરના દ્રશ્ર્યો વાયરલ થતા જ પોલીસ એકશનમાં આવી ગઈ હતી અને અનેક સ્થળોએથી આ પ્રકારના ધમકીભર્યા બેનર ઉતારી દેવાયા હતા.
મંગળવારથી ગોરખપુરના 10 મોહલ્લામાં એકી સાથે આ પ્રકારના બેનર જોવા મળ્યા હતા અને કોણે આ બેનર લગાવ્યા તે ભાગ્યે જ કોઈને ખ્યાલ આવ્યો હતો. જો કે બાદમાં પોલીસે આ સંદર્ભમાં ત્રણ લોકોની અટકાયત કરી હતી. આ પ્રકારના વિડીયો વાયરલ થવા લાગ્યો હતો અને કેટલાકે વિરોધ કરતા તનાવ પણ વ્યાપી ગયો હતો તથા દુકાનો ફટાફટ બંધ થવા લાગી હતી તો પોલીસે તાત્કાલીક દરમ્યાનગીરી કરીને બેનર દુર કરાવ્યા હતા. એટલું જ નહી અહી વિવાદ સર્જનાર ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ સોમવારે રાત્રે બાઈક પર નીકળેલા કેટલાક લોકો આ પ્રકારના બેનર લગાવતા જોવામાં આવ્યા હતા. પરંતુ અંધારાના કારણે કોઈના ચહેરા જોઈ શકાયા ન હતા. હવે આ મુદે રાજય સરકારે આકરી કાર્યવાહીના આદેશ આપ્યા છે.