ખાસ-ખબર સંવાદદાતા
કોડીનારમાં અનુસુચિત જાતિ સમાજ કોડીનાર તાલુકાના તથા કોડીનાર નગરપાલિકા દ્વારા કોડીનારમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે 15 ફુટ ઉંચી ભગવાન ગૌતમ બુધ્ધની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.. જેમાં સંત સવૈયનાથની જગ્યાના મહંત પુર્વ રાજયસભાના સાંસદ શુંભનાથજી મહારાજ,અનુ જાતિ મોરચાનાં ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ ડો.પ્રદ્યુમનભાઈ વાજા,સાસંદ રાજેશ ચુડાસમા, પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, પુર્વ સાસંદ દિનુભાઇ સોલંકી,જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઇ પરમાર તેમજ પુર્વ ધારાસભ્ય જશાભાઇ બારડ, માધાભાઈ બોરીચા, માનસિંગ વાધેલા,ગીરીશભાઇ ભજગોતર સહિત આગેવાનોની ઉપસ્થિતિ રહ્યાં હતાં.
કોડીનારમાં ગૌતમ બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું
