એકની ધરપકડ : SEIT એજયુકેશનના નામે રાજકોટના નાના મવા રોડ પર ચાલતી ઓફિસમાં દરોડો પાડી ક્રાઇમ બ્રાંચ ઙઈં ધોળા અને ઙજઈં વોરાની ટીમે રેકેટ ખુલ્લુ પાડયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે શહેરમાંથી રાજયવ્યાપી નકલી ડીગ્રી-સર્ટીફીકેટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગઇકાલે બપોરે દોઢેક વાગ્યા આસપાસ ક્રાઇમ બ્રાંચ પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.બી.વોરા અને તેમની ટીમે રાજકોટના નાના મવા રોડ પર પીજીવીસીએલ કચેરી પાસે આવેલા માધવ કોમ્પ્લેક્ષના ત્રીજા માળે એસઇઆઇટી એજયુકેશન નામથી ચાલતી ઓફિસમાં દરોડો પાડયો હતો અને જયંતીભાઇ લાલજીભાઇ સુદાણીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા રેકેટ ખુલ્લુ પડયું હતું. જે મુજબ આરોપી સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનિકસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના નામે અલગ અલગ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લઇ અભ્યાસ કરાવ્યા વગર સર્ટીફીકેટ-ડિગ્રી આપતો હતો. એ પણ જાણવા મળેલ કે મુંબઇના નામે રજિસ્ટર થયેલી આ સંસ્થા સરકારની માન્યતા વગર ચાલતી હતી. આરોપી વીતી ગયેલા વર્ષોની અલગ-અલગ કોર્ષના બનાવટી સર્ટીફીકેટ તેમજ માર્કશીટ આપી આર્થિક લાભ મેળવવા લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ મળી છે કે, આરોપી રાજયના અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે નકલી માર્કશીટ વિદ્યાર્થીઓને અપાવી દેતા હતા. ઉપરાંત રાજય બહાર પણ આ કૌભાંડનું પગેરૂ પહોંચે તેવી શકયતા હાલ પોલીસે વ્યકત કરી છે. મોટા ભાગે ડિપ્લોમાં, આઇટીઆઇ જેવા સ્ક્રીલ આધારીત કોર્ષના સર્ટીફીકેટ કાઢી આપવામાં આવતા હતા.
- Advertisement -
હાલ ક્રાઇમ બ્રાંચે આ ઓફિસમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, કોરા અને અલગ અલગ નામવાળા સર્ટીફીકેટ, માર્કશીટ રબ્બર સ્ટેમ્પ, પ્રશ્નપત્ર વગેરે મળી રૂા. 33400નો મુદામાલ કબ્જે કરી ગુનો દાખલ કરી આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.