-જીએસટી યુગ પૂર્વેનાં ‘વેટ’ કાયદા હેઠળ નોટીસો: મામલો કોર્ટમાં પહોંચ્યો
દેશમાં જીએસટી યુગ પૂર્વેનાં બાકી ટેકસ માંગણાની ઉઘરાણી માટે કરવેરા વિભાગ દ્વારા કોલગેટ, લોરીયલ, કેસ્ટ્રોલ, સેંટ ગોબેન વર્લપુલ, માસ્ટેક, ડોમીનીઝ, પિઝા, મેક ડોનાલ્ડ સહીત 200 જેટલી કંપનીઓને રૂા.40,000 કરોડની નોટીસ ફટકારવામાં આવી છે,આ તમામ કંપનીઓએ ટેકસ ડીમાંડને અદાલતોમાં પડકારી છે અને ગુડઝ તથા સર્વીસ એમ બન્ને પર ટેકસ લાગુ ન થઈ શકે તેવી દલીલ કરી છે.
- Advertisement -
જીએસટી કાયદા પુર્વે રાજયોમાં વેટ અમલમાં હતો.નાણા વર્ષ 2011 થી 2015 દરમ્યાન બૌધ્ધિક સંપતી અધિકાર (ઈન્ટેલેકયુઅલ પ્રોપર્ટી રાઈટસ) ટ્રાન્સફર હેઠળ 30,000 કરોડનો ટેકસ ફટકારવામા આવ્યો છે છેલ્લા છ મહિનામાં આ ટેકસ નોટીસો ઈસ્યુ થઈ છે. કેન્દ્ર સરકારે વેટ તથા અન્ય અનેક આડકતરા કરવેરાને મર્જ કરીને 1 જુલાઈ 2016 થી જીએસટી અમલમા મુકયો હતો. ટેકસ નોટીસ મેળવનાર અનેક કંપનીઓએ વ્યવહારો પર સર્વીસ ટેકસ ચુકવી જ દીધો હોવાના જવાબ પણ રજુ કરી દીધા છે.
વિવિધ રાજયોનાં કરવેરા વિભાગ દ્વારા ગુડઝરૂપે કંપનીઓને વેટ ચુકવવા જણાવવામાં આવ્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, મધ્યપ્રદેશ, તથા તામીલનાડુ જેવા રાજયો દ્વારા આ નોટીસો ઈસ્યુ કરવામાં આવી છે. જીએસટીનાં વર્તમાન કાયદાનાં બૌધ્ધિક સંપતી અધિકાર કાયમી ધોરણે ટ્રાન્સફર થવાના સંજોગોમાં 18 ટકા જીએસટી લાગુ પડે છે. કેન્દ્રીય આડકતરા કરવેરા બોર્ડનાં એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે વિવિધ રાજયોએ જીએસટી સીસ્ટમ પૂર્વેની ટેકસ ઉઘરાણી કાઢી છે
આ ગુંચવાડા વિશે કેન્દ્રીય બોર્ડ વાકેફ છે. સમગ્ર મામલો અદાલતમાં પહોંચ્યો હોવાથી હવે કોર્ટનાં ચુકાદા કે માર્ગદર્શિકાની પ્રતિક્ષા છે. કરવેરા નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે કોઈપણ ક્ષેત્રમાં ગુડઝ અને સર્વીસ એમ બેવડો બોજ લાગુ ન થઈ શકે. ફ્રેન્ચાઈઝી મોડલ ધરાવતાં વિવિધ ક્ષેત્રોમાં વેટ અને સર્વીસ એમ બેવડા ટેકસથી વિવાદ છે. કરદાતા કંપનીઓએ સર્વીસ ચાર્જ ચુકવતો જ હોય છે. છતાં કરવેરા વિભાગ સમાન વ્યવહારમાં વેટ ચુકવવાની માંગ કરે છે. આ સંજોગોમાં એક જ વ્યવહારમાં ગુડઝ અને સર્વીસ એમ બેવડા ટેકસની ઉઘરાણીનો પેચીદો મુદો છે.
- Advertisement -



