રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજોની ફીમાં વધારો જાહેર, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક કોલેજની ફીમાં ત્રણ વર્ષ માટે વધારો નક્કી કરાયો
રાજ્યની મેડિકલ અને પેરા મેડિકલ કોલેજોની ફીમાં વધારો જાહેર કરાયો છે. વાસ્તવમાં ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક કોલેજની ફીમાં ત્રણ વર્ષ માટે વધારો નક્કી કરાયો છે. મેડિકલ કોલેજની ફીમાં એક વર્ષ માટે વધારો નક્કી કરાયો જ્યારે બે વર્ષની હવે નક્કી કરાશે. પ્રાથમિક વિગતો મુજબ 19 મેડિકલ કોલેજની MBBS ની ફીમાં 10 ટકાથી લઈને 50 ટકા સુધીનો વધારો અપાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદની એન. ડી. દેસાઈ મેડીકલ કોલેજની ફીમાં વધારો અપાયો છે.
- Advertisement -
ગુજરાતમાં ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીક કોલેજની ફીમાં ત્રણ વર્ષ માટે વધારો નક્કી કરાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદની એન. ડી. દેસાઈ મેડીકલ કોલેજની મેનેજમેન્ટ ક્વોટાની ફી 15 લાખથી વધારી 22.50 લાખ કરાઈ. આ સાથે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ સાથે જોડાયેલી MBBS કોલેજોની ફી ખાનગી કોલેજ કરતા પણ વધુ મંજૂર કરાયો છે. આ તરફ અમદાવાદની એલજી હોસ્પિટલ સાથે જોડાયેલી AMC MET કોલેજની ફી 23 લાખ મંજૂર કરાઈ તો અમદાવાદની SVP હોસ્પિટલ સાથે જોડાયેલી એનએચએલ કોલેજની ફી 22.50 લાખ મંજૂર કરાઈ છે.
કંઈ કોલેજની ફીમાં વધારો સાથે કેટલી ફી નક્કી કરાઇ ?
વડોદરાની પારુલ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 10 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 19.50 લાખ ફી નક્કી કરાઇ
- Advertisement -
કચ્છની ગુજરાત અદાણી કોલેજની સરકારી ક્વોટાની 8.70 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 18.55 લાખ ફી નક્કી કરાઈ
અમદાવાદની ઝાયડસ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 9.37 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 18.73 લાખ ફી નક્કી કરાઇ
અમદાવાદની ડૉ. એમ.કે.શાહ કોલેજની સરકારી ક્વોટાની 9.66 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 19.32 લાખ ફી નક્કી કરાઇ
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 8.70 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 20 લાખ ફી નક્કી કરાઇ
કરમસદની પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 10 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 19.91 લાખ ફી નક્કી કરાઇ
સુરતની મ્યુનિ. ઇન્સ્ટિટયૂટ મેડિકલ એજ્યુકેશનની સરકારી ક્વોટાની 8.95 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 19.96 લાખ ફી નક્કી કરાઇ
પાલનપુરની બનાસ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 7.98 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 19.24 લાખ ફી નક્કી કરાઇ
અમદાવાદની AMC MET કોલેજની સરકારી ક્વોટાની 9.14 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 23 લાખ ફી નક્કી કરાઇ
એનએચએલ મ્યુનિ. મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 7.41 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 22.20 લાખ ફી નક્કી કરાઇ
ભરૂચની કિરણ સી. પટેલ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 8.50 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 18 લાખ ફી નક્કી કરાઇ
મહેસાણાની નૂતન મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 9.50 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 18.50 લાખ ફી નક્કી કરાઇ
અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 8.58 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 17.16 લાખ ફી નક્કી કરાઇ
નડિયાદની એનડી દેસાઈ મેડીકલ કોલેજની સરકારી ક્વોટાની 9.81 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 22.50 લાખ ફી નક્કી કરાઇ
કલોલની અનન્યા કોલેજની સરકારી ક્વોટાની 9.5 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 17.32 લાખ ફી નક્કી કરાઇ
અમદાવાદની સાલ મેડિકલ સાયન્સ કોલેજની સરકારી ક્વોટાની 9.52 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 17.60 લાખ ફી નક્કી કરાઇ
ગાંધીનગરની શ્રી સ્વામિનારાયણ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 9.05 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 17.32 લાખ ફી નક્કી કરાઇ
સુરતની કિરણ મેડિકલ કોલેજની સરકારી ક્વોટાની 9.05 લાખ અને મેનેજમેન્ટ ક્વોટાની 17.32 લાખ ફી નક્કી કરાઇ