મહેસાણામાં રાજ્યકક્ષાનો સૂર્યનમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો. એક સાથે 3 હજાર લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. મોઢેરા સહિત અન્ય 107 સ્થળોએ સૂર્યનમસ્કારનું આયોજન કર્યું હતું. સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત રાજ્યકક્ષાનો સન્માન સમારોહ યોજાયો હતો.
નવા વર્ષનાં પ્રથમ દિવસે મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય કક્ષાનો સૂર્યનમસ્કાર સમારોહ યોજાયો હતો. આ સૂર્ય નમસ્કાર સમારોહમાં 2500 થી વધુ લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. રાજ્યકક્ષાનો કાર્યક્રમ મોઢેરા સહિત રાજ્યનાં વિવિધ 107 આઈકોનિક સ્થળએ યોજી ગીનીસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ આ કાર્યક્રમની નોંધ લેવાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા જીલ્લાનાં શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મંદિર ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.
- Advertisement -
વર્ષ નો પ્રથમ દિવસ અને એમાં પણ સૂર્ય ની પ્રથમ કિરણ જે સૂર્ય મંદિર ઉપર પડે છે એવા સૂર્ય મંદિર ખાતે ગુજરાત ના યુવાઓ સાથે આજે સૌથી વધારે સંખ્યા માં સૂર્યનમસ્કાર કરવાનો વીશ્વ વિક્રમ નોંધીશુ.
ગુજરાત ના લોકપ્રિય મુખ્ય મંત્રી શ્રી @Bhupendrapbjp જી ની આગેવાની માં રાજ્ય માં 108 સ્થળો…
— Harsh Sanghavi (@sanghaviharsh) January 1, 2024
- Advertisement -
સામુહિક સૂર્ય નમસ્કાર કરી ગુજરાત રાજ્યએ વિશ્વ વિક્રમ સ્થપાય તેવા પ્રયત્ન હાથ ધર્યો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન આજે 1લી જાન્યુઆરી 2023 નાં રોજ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે જીલ્લા વહીવટી તંત્ર વર્ચ્યુઅલી જોડાયા હતા. નવા વર્ષનાં પ્રથમ દિવસે સામુહિક સૂર્ય નમસ્કાર કરી ગુજરાત રાજ્યએ વિશ્વ વિક્રમ સ્થપાય તેવા પ્રયત્ન હાથ ધર્યો હતો.
Live: મોઢેરા સૂર્યમંદિર ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/B5YcFBWr4I
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 1, 2024
108 સ્થળો પર યુવાઓ વર્ષનાં પહેલા દિવસે સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં જોડાયા
આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વર્ષનો પ્રથમ દિવસે સૂર્યની પ્રથમ કિરણ જે સૂર્યમંદિર પર પડે છે. તેવા સૂર્યમંદિર ખાતે ગુજરાતનાં યુવાઓ દ્વારા એક સાથે સૂર્ય નમસ્કાર કરી વિશ્વ રેકોર્ડ સ્થાપીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 108 સ્થળો પર યુવાઓ વર્ષનાં પહેલા દિવસે સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં જોડાયા હતા.
મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ કાર્યક્રમ પણ યોજાયો
આ બાબતે જીલ્લા કલેક્ટર ર્ડા. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, મોઢેરા સૂર્ય મંદિર ખાતે વર્ષનાં પહેલા દિવસે દરેક નાગરિકનું સ્વાસ્થ્ય જીવનશૈલી અને નિરોગી જીવન માટે આજે સવારે 7.30 કલાકે રાજ્યકક્ષાનાં સૂર્યનમસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મોઢેરા સૂર્ય મંદિર ખાતે રાજ્ય કક્ષાનો સન્માન સમારોહ કાર્યક્રમ પણ યોજાયો હતો.