સાંસદ અને ગુજરાત પ્રદેશના સહપ્રભારી સુધીર ગુપ્તાએ ‘આપણી વિદેશ નિતી અને તેની ઉપલબ્ધીઓ’ વિશે વક્તવ્ય આપ્યું.
ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તામાં પાર્ટી માટે આપેલા બલિદાનોના પૂર્વજોના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી રાજયના માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ઈચિંતન અભ્યાસવર્ગ નું આયોજન કરવામાં આવેલ છે, આ અંતર્ગત પ્રદેશ ભાજપ ધ્વારા ઈ–ચિંતન અભ્યાસ વર્ગ યોજાયેલ હતો. આ ઈચિંતન અભ્યાસ વર્ગમાં રાજકોટ મહાનગર માં થી શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા,રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, ભાનુબેન બાબરીયા, પ્રદેશ અનુ.જાતી મોરચાના ઉપપ્રમુખ રાજુભાઈ અઘેરા સહીતના વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.
આ ઈ–ચિંતન અભ્યાસ વર્ગમાં સાંસદ અને ગુજરાત પ્રદેશના સષ્પ્રભારી સુધીર ભાઈ ગુપ્તાએ ‘આપણી વિદેશ નીતિ અને તેની ઉપલબ્ધીઓ વિષય પર વક્તવ્ય આપતા જણાવેલ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર ધ્વારા ચાલી રહેલ વિકાસયાત્રાએ કોમવાદ, જ્ઞાતિવાદ અને તૃષ્ટિકરણના રાજકારણને નાબૂદ કરી ‘દેશ પ્રથમ’ ની રાજનીતિનો સૂર્યોદય કર્યો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા સાત વર્ષથી આપણા દેશની વિદેશ નીતિમાં અનેક કરાત્મક ફેરફારો આવ્યા છે.વિશ્વ પણ ભારતની પોલિટિકલ સ્ટેબિલિટીને ઘણા ગર્વ અને આદર સાથે જોઈ રહયું છે. દેશ સ્વતંત્ર થયા પછી દેશની શાંતિ, સલામતી અને સુરક્ષા, સમૃધ્ધિ માટે ભાજપની કેન્દ્ર સરકાર ધ્વારા અનેકાનેક પ્રેરણાદાયક પગલા લેવાયા છે. સીમા પારના આતંકવાદને નાબુદ કરવા કેન્દ્ર સ૨કારે મજબુત અને કડક પગલા લીધા છે. તો છાશવારે સરહદો પર અડપલા કરતા ચીન સામે લાલ આંખ કરીને તેને પણ શાનમાં સમજાવી દેવાયુ છે. વિશ્વના મોટાભાગના દેશો આંતકવાદ સામેની લડાઈમાં અમેરીકા, બ્રીટન, રશીયા, જાપાન સહીતના દેશો ભારતની નિતિની સરાહના કરી રહયા છે.