બે ગામને જોડતો સાત કી.મી માર્ગ નવનિર્મિત બનાવવા સરકારે રૂ. 230 લાખની ગ્રાન્ટ સાથે મંજૂરી આપી છતાં માર્ગ બનતો નથી
માર્ગ ઉપરનો ડામર સાવ ઉખડી ગયો હોય માર્ગ ઉપર કાંકરી પથરાઈ જતા પસાર થવું મુશ્કેલ બન્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.6
તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગીરથી રસુલપરા ગીર ગામને જોડતો સાત કિ.મી નો માર્ગ સંપૂર્ણ ખલાસ થઈ જતા આ માર્ગ નવનિર્મિત બનાવવા સરકારે રૂૂ.230 લાખની ગ્રાન્ટ સાથે મંજૂરી આપી પરંતુ માર્ગ નવનિર્મિત બનાવવાની કામગીરી આગળ વધતી નથી જેથી બંને ગામના લોકો નિરાશ થઈ ગયા છે.બે ગામને જોડતો માર્ગ નવનિર્મિત બનાવી પ્રજાની મુશ્ર્કેલી દૂર કરવાની માંગણી સાથે ગામના જાગૃત યુવાનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે આંકોલવાડી ગીર ગામને જોડતો આ માર્ગ ઉપર રસુલપરા ગીર અને જંગલમાં આવેલ સો ટકા આદિવાસી પરિવારોનું વસવાટ વાળુ શિરવાણ ગીર ગામ આવેલ છે.બે ગામની ગ્રામીણ પ્રજા માટે આશીર્વાદરૂૂપ આ માર્ગ ઘણા વર્ષો પહેલા બનાવેલ હોય માર્ગ ઉપરથી ડામર સંપૂર્ણ અદ્રશ્ર્ય થઈ ગયો છે.માર્ગ ઉપર કાંકરી પથરાઈ જતા રાહદારીઓએ પસાર થવું કઠિન બની ગયું છે.બિસ્માર માર્ગને કારણે વારંવાર અકસ્માતો પણ થાય છે.આ ઉપરાંત રસુલપરા ગીર અને શિરવાણ ગીર ગામેથી દરરોજ 50 થી પણ વધુ બાળકો અભ્યાસ માટે તેમજ શિરવાણ ગીર ગામના ગરીબ આદિવાસી પરિવારો આરોગ્ય સેવા માટે દરરોજ આંકોલવાડી ગીર ગામે આવે છે.બિસ્માર માર્ગના કારણે વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્ર્કેલીનો સામનો કરવો પડે છે.આ માર્ગ ઉપરથી પસાર થતાં એક રાહદારીએ અકસ્માત માં જીવ પણ ગુમાવ્યો છે…!!
આવેદનપત્રમાં ઉમેર્યું છે કે બંને ગામની પ્રજા તથા ખેડૂતોની મુશ્ર્કેલીને ભૂતકાળ બનાવવા આ માર્ગને નવનિર્મિત બનાવવા સરકારે ગત તા.11/12/2024 નાં રોજ રૂ.230 લાખની ગ્રાન્ટ ફાળવી છતાં પણ માર્ગની કામગીરી શરૂ થતી નથી જે બંને ગામની ગ્રામીણ પ્રજા તથા ખેડૂતો માટે હળાહળ અન્યાયકારક છે.આ અંગે ત્વરિત તપાસ કરી મંજૂર થયેલ માર્ગની કામગીરી શરૂૂ કરી બંને ગામની મુશ્ર્કેલીનું સુખરૂપ નિવારણ લાવવા આવેદનપત્રમાં માંગણી કરી છે.આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં ઉમેશભાઈ માથુકિયા તથા વિજયભાઈ હિરપરા વિગેરે દશ જાગૃત યુવાનો જોડાયા હતા.