ઇન્ડિગો સૌપ્રથમવાર આંતર જિલ્લા ફલાઇટ ઉડાડશે: પ્રારંભીક તબકકે રૂ. 3000 એરફેર
રાજકોટના હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટની ડેમોસ્ટીક હવાઇ સેવાનો વ્યાપ વધી રહ્યો છે તેવા સમયે ઇન્ડિગો એર લાઇન્સે તેના સમર શિડયુલમાં સૌપ્રથમ આંતર જિલ્લા રાજકોટ-અમદાવાદ વચ્ચે હવાઇ સેવાનો આગામી તા. 31મી માર્ચથી શરૂ કરવાનો નિર્ણય લઇ સપ્તાહમાં છ દિવસ માટે ફલાઇટ મુકી છે.
- Advertisement -
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે વંદે ભારત ટ્રેન બાદ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટથી અમદાવાદ સુધી ઇન્ડિગો એર લાઇન્સે વિમાની સેવા માટે ATR 72 વિમાન સપ્તાહમાં છ દિવસ ઉડાન ભરશે. તા. 31મી માર્ચથી ઇન્ડિગો ફલાઇટ 6E 7295 અમદાવાદથી બપોરે 2.35 કલાકે ટેક ઓફ થઇ રાજકોટ હીરાસર એરપોર્ટ પર 3.30 કલાકે લેન્ડ થશે બાદ ફલાઇટ 6E 7296 બપોરે 3.50 કલાકે રાજકોટથી ટેક ઓફ થઇ 4.50 કલાકે અમદાવાદ લેન્ડ થશે.
હાલના તબકકે આ ફલાઇટનું વેબસાઇટ પર રૂા. 3000 આસપાસનું એરફેસ દર્શાવે છે. આગામી ઉનાળુ વેકેશનમાં રાજકોટ સહિતનાં સૌરાષ્ટ્રવાસી પ્રવાસી-પર્યટકો હવાઇ સેવાનો આનંદ માણી શકશે હાલ આંતર જિલ્લા હવાઇ સેવામાં રાજકોટ-સુરત બાદ રાજકોટ-અમદાવાદનો સમાવેશ થાય છે.
રાજકોટના હીરાસર એરપોર્ટ થી અમદાવાદ માટે ફ્લાઇટ સેવાની જાહેરાત થતા અનેક પ્રકારની ચર્ચાઓ સંભાળવા મળી હતી. એક વર્ગ ખુશ છે તો એક વર્ગ એવું કહેતા હતા કે રાજકોટ થી અમદાવાદ સામાન્ય રીતે વંદે ભારતમાં 3.30 કલાકમાં અને બાય રોડ પણ 3.45 કલાકમાં પહોંચી શકાય છે. ત્યારે ફ્લાઇટ સેવા માટે એક કલાક વહેલા જવું પડે, એક કલાક ઉડાન ભરે, નીચે ઉતરીને સામાન મેળવો.
- Advertisement -
ત્યારે બીજી અડધી કલાક અને પછી સિટીમાં પહોંચતા બીજી અડધી કલાક તો આ સુધીમાં ગાડીમાં પહોંચી શકાય. પરંતુ ઉનાળાના વેકેશન દરમ્યાન ખૂબ જ ટ્રાફિક હોય છે. ખાસ કરીને, લોકો ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક વિવિધ શહેરોમાં હોલીડે લેતા હોય છે. ત્યારે રાજકોટથી જ્યાં પહોંચી નથી શકાતું અને અમદાવાદથી ફ્લાઇટ મળી શકે છે તેવા યુએઈ, ફાર ઇસ્ટ જેવા સેન્ટર માટે કનેક્શન ફ્લાઇટ ઉપયોગી બનશે.
આગામી તા. 31મી શરૂ થનાર આ ફલાઇટને હવાઇ મુસાફરો તરફથી કેવો પ્રતિસાદ તે પરથી નકકી થશે કે આ ફલાઇટ ઉનાળુ વેકેશન પુરતી રહેશે કે કાયમી ? વેપારી વર્ગમાં ખુશી જોવા મળી રહી છે.