હૈદરાબાદની બીજી હાર, દિલ્હીનો બીજો વિજય
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.31
- Advertisement -
દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે તેની શાર્પ બોલીંગ વડે સનરાઈઝર્સ હૈદરાબાદની બોલિંગની કમર તોડી નાખી. રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં સ્ટાર્કે તેની આઈપીએલ કારકિર્દીનું બેસ્ટ આપ્યું હતું. તેણે 35 રન મા પાંચ વિકેટ ઝડપી હતી અને સનરાઈઝર્સ 18.4 ઓવરમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હીએ 24 બોલમાં માત્ર ત્રણ વિકેટ બાકી રહેતા લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અભિષેક પોરેલે (34 રન, 18 બોલ) વિજયી છગ્ગો ફટકાર્યો. આ સિઝનમાં દિલ્હીની સતત બીજી જીત છે. પ્રથમ મેચ જીતવા છતાં સનરાઇઝર્સ સતત બે મેચ હારી છે. હેડ ને ચાલતો કર્યો: પ્લેયર ઓફ ધ મેચ સ્ટાર્કે શરૂઆતની ઓવરોમાં જ જછઇંના ટોપ ઓર્ડરનો નાશ કર્યો. ટ્રેવિસ હેડ (22)એ તેની પ્રથમ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ ત્યારબાદ અભિષેક શર્મા (1) રન આઉટ થતાં દિલ્હી નસીબદાર બન્યું હતું. સ્ટાર્કે તેની આગામી ઓવરમાં ઈશાન કિશન (2) અને નીતિશ કુમાર રેડ્ડી (0)ને પણ આઉટ કર્યા હતા. જેના કારણે તેણે હેડની વિકેટ પણ લીધી હતી. ત્યારે સનરાઇઝર્સે 37 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. હેનરિક ક્લાસેન (32)એ સનરાઇઝર્સ માટે થોડો સમય સંઘર્ષ કર્યો હતો. અનિકેત વર્મા (74 રન, 41 બોલ, 6 સિક્સર, 5 ફોર) ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયા હતા. જો કે, તેને પણ અક્ષર પટેલના બોલ પર જીવન દાન મળ્યું, જ્યારે અભિષેક પોરેલે કેચ છોડ્યો.
ફાફ ડુપ્લેસીસનો જલવો
સુપ્રસિદ્ધ ફાફ ડુપ્લેસીસનો જલવો 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી પણ યથાવત છે. તે 40 વર્ષની વય વટાવીને ઈંઙકમાં ફિફ્ટી ફટકારનાર પાંચમો ખેલાડી બન્યો છે. તેના પહેલા ગિલક્રિસ્ટ, ગેલ, ધોની અને દ્રવિડ આ કરી ચુક્યા છે.ફિલ્ડિંગમાં તેની ચપળતા પણ પ્રભાવશાળી છે. તેણે રવિવારની મેચમાં બે શાનદાર કેચ પણ લીધા હતા. ફાફ વર્ષ 2020 થી સૌથી વધુ 50+ સ્કોર ધરાવતો ખેલાડી પણ બની ગયો છે. તેના નામે હવે 26 અડધી સદી છે, જ્યારે કેએલ રાહુલ (24) અને વિરાટ કોહલી (23) આ યાદીમાં તેની પાછળ છે.