કોરોના ના સમયથી ફિલ્મ રસિકો માટે નવી સારી ફિલ્મના ઇંતજારને ખતમ કરાવનારી ફિલ્મ “ધુંઆધાર” ને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રસંગે લોકોનો આભાર માનવા માટે ફિલ્મ “ધુંઆધાર” ની આખી ટિમ રાજકોટ પહોંચી હતી. ફિલ્મ ના મુખ્ય અભિનેતા લાખો ગુજરાતી દિલો પર રાજ કરનારા મલ્હાર ઠાકર એ ફિલ્મ વિશેની ઘણીબધી રસપ્રદ વાતો મીડિયા પત્રકારો સાથે શેર કરી હતી.
- Advertisement -
આ ફિલ્મના ડાઈરેક્ટર રેહાન ચૌધરી અને પ્રોડ્યુસર કમ એક્ટર શ્રી રાજેશ ઠાકર તેમજ અલિશા પ્રજાપતિ, ડિમ્પલ બિસ્કિટવાલા, નેત્રી ત્રિવેદી, દીપ ધોળકિયા સહીત ના સ્ટારકાસ્ટ એ ફિલ્મને જબ્બરદસ્ત પ્રતિસાદ આપવા બદલ પ્રેસ કોન્ફરન્સ થકી બધા નો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.