રોડમાંથી નીકળેલા ઊભા સળિયાથી રાત્રીના સમયે અકસ્માતના એંધાણ
ખાસ-ખબર ન્યૂઝ રેન્દ્રનગર, તા.8
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના મોચીવાડ ત્રણ રસ્તા નજીક રોડમાંથી નીકળેલા સળિયા રાહદારીઓ માટે જોખમી હોવાનું નજરે પડે છે. શહેરના મોચીવાડ ત્રણ રસ્તા નજીક રોડમાંથી નીકળેલા ઊભા લોખંડના સળિયા મોટી દુર્ઘટના નોતરે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. એક તરફ ખુલ્લી ગટર અને બીજી તરફ આ લોખંડના ઉભા સળિયા લીધે રાત્રીના સમયે દરેક રાહદારીઓને અહીંથી પસાર થવું કોઈ જીવન જોખમ કરતા ઓછું નથી. લોખંડના ઉભા સળીયા જાહેર રોડ પર હોવાથી અનેક રાહદારીઓ દ્વારા તંત્રને આ અંગે રજૂઆત પણ કરી હતી પરંતુ નિંદ્રાધીન તંત્ર આ સળિયા લીધે કોઈ મોટી દુર્ઘટનાની રાહમાં બેઠું હોય તેવું સ્પષ્ટ નજરે પડે છે.



