માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ હવે ભાડે અપાશે: એક દિવસનું ભાડું 2 લાખ
સ્ટેડિયમ પાછળના લાખો રૂપિયાના ખર્ચને પહોંચી વળવા હવે ભાડાની આવક ઊભી કરાશે
- Advertisement -
વગડ ચોકડી રોડ પણ 12% ઓછા ભાવે કરી દેવા ઓફર: માધાપરનું સ્મશાન ઇલે. સંચાલિત બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં શનિવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી છે. જેના એજન્ડામાં કુલ 22 દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં રેસકોર્સ સંકુલમાં આવેલા માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમમાં રમતગમતની ટૂર્નામેન્ટ યોજવાની સાથોસાથ તેને લગ્ન પ્રસંગ, દાંડિયારાસ, નવરાત્રિ અન્ય વ્યવસાયિક, ધાર્મિક, સામાજિક, રાજકીય કાર્યક્રમ તથા મ્યુઝિકલ નાઇટ યોજવા માટે ભાડે આપવા બજેટમાં કરેલી જોગવાઇ મુજબનો નિર્ણય લેવાયો છે અને તેને ભાડે આપવા માટે મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરી છે. જેમાં નવરાત્રીનું 15 દિવસનું ભાડું રૂ.30 લાખ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, ભગવાનજીભાઇ તળાવિયા, પ્રફુલભાઇ ગંગદેવ, ભારતીબેન હિરપરા, નિર્મળાબેન પીપળિયા, જયંતીભાઇ સગપરિયા, સરકાર વતી કલેક્ટરને શીતલ પાર્કમાં કપાત થતી તેમની જમીનના વૈકલ્પિક વળતર આપવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીએ બે-બે વખત પેન્ડિંગ રાખ્યા બાદ હવે ફરી મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત કરી છે
રાજકોટ મનપા દ્વારા શહેરની સુંદરતામાં વધારો કરવા અને ટ્રાફિક સસ્યા હળવી કરવા માટે અલગ-અલગ 11 સર્કલોને નવેસરથી ડેવલપ કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં રાજકોટના વધુ ત્રણ મહત્વના ચોક ડેવલપ કરવાના રાઇટસ પ્રિમીયમના આધારે ખાનગી કંપનીને આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. જેમાં કોટેચા ચોક, ગ્રીનલેન્ડ ચોકડી અને શીતલ પાર્ક સર્કલનો સાવેશ થાય છે. કીચ નામની ખાનગી કંપનીને આ ત્રણેય સર્કલ ડેવલપ કરી તેની 5 વર્ષ માટે જાળવણી રાખવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. જેનાથી મનપાને પણ રૂ. 88.52 લાખની આવક થશે. જોકે ચુનારાવાડ ચોક અને સોરઠીયા વાડી સહિતનાં 6 સર્કલમાં કોઈપણ પાર્ટીએ રસ લીધો નથી.
- Advertisement -
વોર્ડ નં.11માં વગડ ચોકથી ટીલાળા ચોક સુધીના રસ્તાને સીસી રોડ બનાવવા જીએસટી સહિત 7.68 કરોડનું એસ્ટીમેટ બનાવવામાં આવ્યું હતું. વોર્ડ નં.3માં માધાપર ગામના હયાત સ્મશાનને વિદ્યુત સ્મશાન તરીકે વિકસાવવા 3.ર9 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુ. આ સ્મશાનને અન્ય જગ્યાની જેમ ઇલેકટ્રીક સ્મશાન બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં સારંગ કંપનીએ 1.51 ટકા ઓછા ભાવની ઓફર કરતા 3.ર4 કરોડમાં આ કામ અપાશે. તેના પર 58 લાખ જીએસટી લાગુ થશે. આ વિસ્તારને વિદ્યુત સ્મશાનથી મોટી સુવિધા મળશે.