છખઈની ડાયરીમાં અગ્નિકાંડના 3 આરોપી ઠેબા, સાગઠિયા અને ખેરનાં નામ છપાયા: સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું-આરોપો સાબિત થયા નથી, નિર્દોષ સાબિત થાય તો નોકરીમાં પરત લેવાઈ શકે
27-27 માનવ જીંદગીઓને ભરખી જનાર ઝછઙ અગ્નિકાંડના ત્રણ આરોપી ઠેબા, સાગઠિયા અને ખેરનો આડકતરો બચાવ કરતાં જયમીન ઠાકર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાપાલિકાની ડાયરીમાં ભ્રષ્ટાચારીઓને સ્થાન અપાતા ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં મનપાની વર્ષ 2025-26ની ડાયરીમાં જેલમાં રહેલા સસ્પેન્ડેડ અધિકારી સાગઠિયા, આઈ.વી ખેર અને ઠેબાનાં નામ લખવામાં આવતા આ માટેના જવાબદારો સામે પગલા લેવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે ડાયરીમાં કોઈપણ ભૂલ હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. સાથે જણાવ્યું હતું કે, રાજકોટમાં જેલવાસ ભોગવતા અધિકારીઓ આરોપી સાબિત થયા નથી. હજુ પણ અડધો પગાર અપાય છે. નિર્દોષ સાબિત થાય તો તેમને નોકરીમાં પરત પણ લેવાઈ શકે છે. જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ, રાજકોટ મનપાનાં અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી થતા જેલમાં છે, તેમના પર હાલ કેસ ચાલી રહ્યો છે. કાયદાની જોગવાઈ મુજબ જ્યાં સુધી ફરજમુક્ત ન થાય ત્યાં સુધી અડધો પગાર પણ અપાય છે. જ્યાં સુધી ગુનેગાર સાબિત નહીં થાય ત્યાં સુધી મનપા દ્વારા અડધો પગાર અપાશે. આ માટે તમમનું નામ ડાયરીમાં પણ રાખવામાં આવ્યું છે. જ્યારે પણ કોર્ટનો ચુકાદો આવશે ત્યારે અને તેમાં જો ગુનેગાર સાબિત થશે તો તેમને ફરજમુક્ત કરીને નામ કાઢવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, સસ્પેન્ડ અધિકારી હોય તે પણ મનપાનો કર્મચારી ગણાય છે. તેને જો ફરજમુક્ત કરવામાં આવે તો તેનો પગાર પણ બંધ થાય છે. તેમજ તેનું નામ પણ બધેથી કાઢવામાં આવે છે. આ સરકારનાં નિયમો છે અને તે મુજબ ડાયરીમાં તેમનું નામ રાખવામાં આવ્યું છે. ડાયરીના પ્રિન્ટિંગમાં કોઈપણ ભૂલ રહી નથી. અમુક ટેક્નિકલ બાબતોને કારણે તેમનું નામ લખવામાં આવ્યું છે. આગામી સમયમાં જો આ જ અધિકારીઓ નિર્દોષ સાબિત થાય તો તેમને નોકરીમાં પરત લેવામાં આવી શકે છે. અગાઉ પણ દેશમાં આવા ઘણા કિસ્સા બનેલા છે. માટે અમે તેમનું નામ ચાલુ રાખ્યું છે.
શું હતો સમગ્ર મામલો?
- Advertisement -
રાજકોટ મનપા દ્વારા દરવર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે. વર્ષ 2025-26માં પણ મનપા દ્વારા આ ડાયરી બનાવવામાં આવી છે. પરંતુ તેમાં ભ્રષ્ટાચારીઓને સ્થાન આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મનપાની આ ડાયરીમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને હાલ જેલમાં રહેલા સસ્પેન્ડ ટીપીઓ એમ. ડી. સાગઠિયા, ફાયર ઓફિસર આઈ.વી. ખેર અને ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રગટ કરવામાં આવ્યો છે. તેમજ આ ગંભીર ભૂલ માટે જે કોઈપણ જવાબદાર હોય તેની પાસે ડાયરી છપાવવાનો રૂ. 28 લાખનો ખર્ચ વસૂલવા સહિતના કડક પગલાંઓ લેવા માંગ કરવામાં આવી હતી.