ફૂડ વિભાગ દ્વારા રાજકોટના વિવિધ વિસ્તારોમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચકાસણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપાની ફૂડ વિભાગની શાખા દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતાં ધંધાર્ધીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમિયાન બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, સીમરન દી બલ્લે બલ્લે રેસ્ટોરન્ટ, ગોશિયા કેટરર્સ, મિલન ખમણ પેઢીની તપાસ કરતાં વાસી અખાદ્ય જથ્થો મળી આવતાં સ્થળ પર જ અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 38 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ભોમેશ્ર્વર મેઈન રોડ, ભોમેશ્ર્વર મંદિર સામે, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ પેઢીની તપાસ કરતાં સ્થળ પર સંગ્રહ કરેલી વાસી લચ્છીની બોટલ (200 એમ.એલ.) તથા પાઈનેપલ શરબત (200 એમ.એલ.) મળીને કુલ 16 લીટર (80 નંગ બોટલ) અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તથા સીમરન દી બલ્લે બલ્લે રેસ્ટોરન્ટ પેઢીમાં વાસી અખાદ્ય મંચુરિયન, બાંધેલો લોટ તથા સબ્જી વગેરે મળીને કુલ 23 કિ.ગ્રા. અખાદ્ય જથ્થો, ભગવતી મેઈન રોડ પાસે ગોશિયા કેટરર્સ પેઢીમાં વાસી અખાદ્ય નોનવેજ પ્રિપેર્ડ ફૂડ અંદાજિત કુલ 7 કિ.ગ્રા. વાસી અખાદ્ય જથ્થો, મવડી પાસે મિલન ખમણ પેઢીમાં સંગ્રહ કરેલા રાંધેલા પાત્રા તથા કાપેલા મરચાં પડતર વાસી થયેલા મળી આવતા કુલ 5 કિ.ગ્રા. અખાદ્ય જથ્થાનો સ્થળ પર નાશ કરી લાયસન્સ બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી તથા અક્ષર માર્ગ પર સરાઝા કાફે પેઢીમાં અને કાલાવડ રોડ પર આવેલા સરાઝા રેસ્ટોરન્ટ એન્ડ બેન્કવેટ પેઢીની તપાસ કરતાં પેઢીને સ્થળ પર હાઈજેનિક કંડીશન જાળવવા તથા યોગ્ય સ્ટોરેજ જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
એફએસડબલ્યુ વાન સાથે શહેરના પુષ્કરધામ રોડથી આકાશવાણી ચોક યુનિવર્સિટી રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 38 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 8 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મહાદેવ એન્ટરપ્રાઈઝ, રિયલ સોડા શોપ, ઉમા કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના પાણીપુરી, શ્યામસુંદર પાઉંભાજી, જોગમાયા ટી સ્ટોલ, રવિ મદ્રાસ કાફે, બિપીન રેસ્ટોરન્ટને લાઈસન્સ મેળવવા સૂચના અને ઓશો મેડિસીન્સ, શ્રી આઈસ્ક્રીમ પાર્લર, બાલાજી મેડિકલ, ગિરિરાજ એજન્સી, શુભમ પ્રોવિઝન સ્ટોર, અનુજ અમૂલ પાર્લર, ખોડીયાર ડેરી ફાર્મ, અનામ ઘૂઘરા, જશોદા ડેરી ફાર્મ, ગાંધી સોડા શોપ, બેસ્ટ બેકરી, અતુલ બેકરી, બર્ગર ભાઉ, હરભોલે ફરસાણ, જલારામ અલ્પાહાર, જોગમાયા રેસ્ટોરન્ટ, ટવિલાઈટ સોડા શોપ, જયશંકર દાળ પકવાન, હરિકૃષ્ણ દાળ પકવાન, રાકેશ સેલ્સ એજન્સી, જય અંબે ગાંઠિયા, શ્રી ગણેશ ખમણ, જલારામ ખમણ, નાસ્તા ઘર ગોલીવાલા સોડા શોપ, મહાદેવ દેશી વઘાર, ભાગ્યોદય ગાંઠીયા, જય બજરંગ ડીલક્સ રેસ્ટોરન્ટ, રામ વિજય ડેરી ફાર્મ, સનરાઈઝ પ્રોવિઝન સ્ટોરની ચકાસણી કરવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કુલ 6 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં (ચોકલેટ ચીપ્સ આઈસ્ક્રીમ) આશુતોષ કોઠી આઈસ્ક્રીમ બેકબોન રેસિડેન્સી, શિવરંજની પાર્ક માધાપર ચોકડી પાસે, (લેમન ગ્રાસ આઈસ્ક્રીમ) આશુતોષ કોઠી આઈસ્ક્રીમ બેકબોન રેસિડેન્સી શિવરંગની પાર્ક, (રેડ વેલ્વેટ આઈસ્ક્રીમ) અને (માવા મલાઈ કેન્ડી) ફેવરીટ આઈસ્ક્રીમ 1 ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે તથા (વેનીલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ) સર્યુ મિલ્ક પ્રોડક્ટસ (ઉત્પાદક પેઢી) ગેલેકસી પાર્ક-2, કિંગ્સ ક્રાફ્ટસ હોટલ પાસે તેમજ (જોઈટી આઈસ્ક્રીમ પંજાબી કુલ્ફી) સર્યુ મિલ્ક પ્રોડકટસ (ઉત્પાદક પેઢી) ગેલેકસી પાર્ક-2 કિંગ્સ ક્રાફ્ટસ હોટલ પાસેને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા.