ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
જગવિખ્યાત તરણેતર મેળા દરમિયાન એસટી વિભાગને ધમધમતી આવક મળી હતી. સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા અને ચોટીલા ડેપોથી દોડાવાયેલી 120 જેટલી બસોમાં હજારો યાત્રિકોએ મુસાફરી કરતાં કુલ રૂ. 42.55 લાખથી વધુની આવક નોંધાઈ હતી.
મેળા દરમ્યાન તા. 26 થી 29 ઑગસ્ટ-2025 દરમિયાન સ્પેશિયલ બસો દોડાવાતા મુસાફરોને સહઇંઉ* મળતાં મોટી સંખ્યામાં યાત્રિકોએ લાભ લીધો હતો. ખાસ કરીને ધ્રાંગધ્રા ડેપોએ સૌથી વધુ આવક નોંધાવી હતી. સુરેન્દ્રનગર એસટી દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતાં યાત્રિકો સહેલાઈથી મેળા સુધી પહોંચી શક્યા હતા. યાત્રિકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
ડેપો પ્રમાણે આવક
- Advertisement -
મેળા દરમ્યાનની આવકનું વિગતવાર ચિત્ર
ધ્રાંગધ્રા ડેપો : 26 બસોમાંથી 18,042 મુસાફરો – રૂ. 17,14,446
ચોટીલા ડેપો : અંદાજે 20,000 મુસાફરો – રૂ. 15,78,000
સુરેન્દ્રનગર ડેપો : 143 ટ્રિપમાં 5,935 મુસાફરો – રૂ. 9,03,274
કુલ આવક : રૂ. 42,55,720