ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
ગુજરાત એસટી દ્વારા પાલીતાણા મહુડી વચ્ચે એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે જેનાથી યાત્રિકો અને મુસાફર જનતામાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે એક યાત્રાધામ થી બીજા યાત્રાધામ મહુડી જવા માટે પાલીતાણા થી સીધી બસ સુવિધા શરૂ કરવામાં આવતા યાત્રીઓમાં પણ ખુશીની લાગણી ત્યારે પાલીતાણા તળેટીથી આ બસ દરરોજ 1 વાગે ઉપડશે જે પાલીતાણા વાયા. શિહોર વલભીપુર ધંધુકા, અમદાવાદ, ગાંધીનગર ,પેથાપુર અને માણસા થઈ મહુડી પહોંચશે જે મહુડી થી પાલીતાણા આવવા માટે આ બસ વહેલી સવારે 5:30 વાગે ઉપડીને પાલીતાણા પહોંચશે ત્યારે જૈનોનાતીર્થ પાલીતાણામાં મહુડી જવા માટે બસ શરૂ કરવામાં આવતા આનંદની લાગણી ફેલાઈ હતી અને બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં જૈન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય પ્રદ્યુમનવિમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ પાલીતાણા ના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા ભગીરથસિંહ સરવૈયા સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બસ સુવિધા નો પ્રારંભ કરાવ્યો હતો.