સ્કૂલેથી છૂટીને ઘરે જતી વેળાએ સર્જાયેલો જીવલેણ અકસ્માત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27
રાજકોટમાં જીવલેણ અકસ્માતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ગત સાંજે જૂના યાર્ડ પાસે સ્કૂલેથી છૂટી વાહન લઈને બહેન સાથે ઘરે જતી બે બહેનોને ડમ્પરના ચાલકે ઠોકરે લેતા ધોરણ 12ની છાત્રાનું મોત નીપજ્યું હતું જ્યારે નાની બહેનનો ઇજા સાથે બચાવ થયો હતો બે બહેન એક ભાઈમાં મોટી દીકરીના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
- Advertisement -
બનાવ અંગે પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરની આજી ડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્કમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી અનુપ્રિયાપ્રિયાંશી પુરવેન્દ્રકુમાર સિંગ ઉ.17 નામની તરૂણી ગત સાંજે સ્કૂલેથી છૂટી તેની 14 વર્ષીય નાની બહેન શક્તિસુપ્રિયાને લઈને વાહનમાં બેસાડી ઘરે જતી હતી ત્યારે જૂના યાર્ડ પાસે જી જે 01 સી વાય 4292 નંબરના ડમ્પરના ચાલકે ઠોકર મારતા બંને ફંગોળાઈ ગયા હતા જેમાં અનુપ્રિયાપ્રિયાંશીની કમર ઉપરથી વ્હીલ ફરી વળતાં તેણીનું મોત નીપજ્યું હતું જ્યારે નાની બહેનનો ઇજા સાથે બચાવ થયો હતો લોકો એકઠા થઈ જતાં અકસ્માત સર્જનારને દબોચી લઈ પોલીસને સોંપ્યો હતો મૂળ બિહારનો પરિવાર વીસ વર્ષથી અંહી વસવાટ કરે છે પિતા કારખાનામાં કામ કરે છે મૃતક બે બહેન એક ભાઈમાં મોટી હતી આશાસ્પદ દીકરીના મૃત્યુથી શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.