2025ના સૌપ્રથમ ચુંટણી જંગનુ બ્યુગલ ફુકાયું
રાજ્યમાં ત્રિપાંખીયા મુકાબલામાં ફેબ્રુઆરીના મધ્યમાં મતદાન – પરિણામ : આચારસંહિતા અમલી
- Advertisement -
કેજરીવાલ ચોથી વાર કે ભાજપ 20 વર્ષ પછી ફરી દિલ્હી ‘સર’ કરશે! કોંગ્રેસ પણ સ્પર્ધામાં 70 બેઠકો માટે એક જ તબકકે મતદાન
2025ની પ્રથમ ચુંટણીના આજે શ્રીગણેશ થશે. દેશના પાટનગર દિલ્હી વિધાનસભાની ચુંટણીની તારીખોથી આજે ચુંટણીપંચ જાહેરાત કરશે અને તે સાથે આચારસંહિતા અને દિલ્હીમાં લેફ. ગવર્નરનુ પુરૂ શાસન અમલમાં આવી જશે.
રાજયમાં છેલ્લી ત્રણ ચુંટણીમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસ અને ભાજપ પર જબરી સરસાઈ સાથે વિજય હાંસલ કરી સતા મેળવી છે પણ 2025નો ચુંટણી જંગ કંઈક અલગ જ બની રહ્યો છે. દેશના રાજકારણમાં કટ્ટર ઈમાનદાર અને રાજકીય સ્થિતિ બદલી નાખવાની જાહેરાત સાથે એન્ટ્રી મારનાર અને આમ આદમી પક્ષની સ્થાપના પછી ત્રણ ટર્મ માટે દિલ્હીના મુખ્યમંત્રી બની રહેનાર અરવિંદ કેજરીવાલની પુરી રાજકીય કારકિર્દી દાવ પર લાગી છે. ખાસ કરીને તેમની છબી જે એક સામાન્ય નાગરિકના મુખ્યમંત્રી હતા તેની આસપાસ મુખ્યમંત્રી આવાસના રૂા.33 કરોડના લકઝરી ખર્ચ અને શરાબ કાંડ સહિતના મુદે તેઓ માટે બચાવ મુશ્કેલ બની ગયો છે તથા શરાબકાંડમાં તેઓ લાંબો સમય જેલમાં રહ્યા બાદ હાલ જનતાની અદાલતમાં ‘સ્વચ્છ’ થઈને ફરી દિલ્હીની ગાદી કબ્જે કરવા માંગે છે.
- Advertisement -
2015માં દિલ્હી વિધાનસભાની 70માંથી 67 અને 2020માં 62 બેઠકો જીતીને જબરો રેકોર્ડ બનાવ્યો હતો પણ 2025માં હવે ભાજપે પુરી તાકાતથી કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર આક્રમણ કર્યુ છે તથા તેમાં કોંગ્રેસ પણ જોડાઈ છે. આમ દિલ્હીમાં ત્રિપાંખીયો મુકાબલો રસપ્રદ બની રહેશે તે નિશ્ચિત છે. દિલ્હીમાં 1.55 કરોડ મતદારો માટે આજે એક જ તબકકામાં તમામ 70 બેઠકો માટે મતદાન યોજાય તેવા સંકેત છે તથા 23 ફેબ્રુઆરીના દિલ્હીથી વર્તમાન વિધાનસભાની મુદત પુરી થઈ ચૂકી છે તેથી તો ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં તા.11થી15 વચ્ચે મતદાન યોજાય અને તા.17 કે 18ના રોજ મતગણતરી સાથે પરિણામ જાહેર થઈ શકે છે.
આમ આદમી પાર્ટીએ તમામ 70 બેઠકો પર તેના ઉમેદવાર જાહેર કરી દીધા છે. શ્રી કેજરીવાલ નવી દિલ્હી બેઠક પર અને વર્તમાન મુખ્યમંત્રી આતિશી-કાલકાજી ધારાસભા બેઠક લડશે. મનીષ સિસોદીયાએ તેમની પરંપરાગત પહાડગંજ બેઠક બદલીને જંગપુરા બેઠક પર ચુંટણી લડવા નિર્ણય લીધો છે. તમામ ત્રણેય પક્ષોમાં આયારામ-ગયારામની બોલબાલા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહથી દિલ્હીમાં બે રેલી યોજી અને પ્રચારનો પ્રારંભ કરી દીધો છે અને તેના મુખ્ય ટાર્ગેટ અરવિંદ કેજરીવાલ છે તો આમ આદમી પાર્ટીએ તેના ‘કામ’ના આધારે મત માંગ્યા છે. કોંગ્રેસ 15 વર્ષ પુર્વેના દિક્ષિત શાસનની યાદ અપાવી લોકચૂકાદો માંગી રહી છે.