-સખત ડાયેટીંગના કારણે, બીપી ઘટવાથી તે બાથરૂમમાં પડી ગઈ હતી: બોની
સાઉથ અને બોલીવુડની ટેલેન્ટેડ એકટ્રેસ શ્રીદેવીના વર્ષ 2018માં દુબઈમાં થયેલા રહસ્યમય મૃત્યુના બારામાં તેના પતિ અને ફિલ્મ નિર્માતા બોની કપુરે પહેલીવાર મોં ખોલ્યું છે અને તેણે જણાવ્યું હતું કે તેનું મોત આકસ્મિક હતું.
- Advertisement -
દુબઈમાં એક હોટેલના બાથટબમાં ડૂબેલી હાલતમાં એકટ્રેસ શ્રીદેવીનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે તેના મૃત્યુનું કારણ આકસ્મિક રીતે ડૂબવાનું જાહેર થયું હતું, ત્યારે એવી અફવા ફેલાઈ હતી કે શ્રીદેવીની કાવતરાથી હત્યા કરાઈ હતી. જો કે તે સમયે તેના પરિવારે તેના મોભાને છાજે તેવી શાંતિ જાળવી રાખી હતી.
હવે આ મામલે બોનીકપુરે પહેલીવાર મૌન તોડી શ્રીદેવીના અપમૃત્યુ વિષે વાત કરી છે. એક મુલાકાતમાં બોનીએ જણાવ્યું હતું કે તે પોતાની સુંદરતા જાળવી રાખવા સખત ડાયેટીંગ કરતી હતી, તે અવારનવાર ઉપવાસ કરતી હતી. તે પોતાનો ફિગર જાળવી રાખવા માંગતી હતી, જયારે તેણે મારી સાથે લગ્ન કર્યા ત્યારથી તેને અવારનવાર આંખે અંધારા આવતા ત્યારે ડોકટરે તેનું લો બીપીનું નિદાન કર્યુ હતું!
બોનીએ જણાવ્યું હતું કે તેની સાથે કામ કરતા એકટર નાગાર્જુને પણ તેને એકવાર બેભાન થતી જોઈ હતી. આ સખત ડાયેટીંગના કારણે તે બાથરૂમમાં પડી ગઈ હોવી જોઈએ અને તેના દાંત તૂટી ગયા હોવા જોઈએ.