શ્રી રામ જન્ભૂમિની પવિત્ર માટી અને સરયું નદીનું જળ લઇ શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના હોદેદારો રાજકોટ પરત આવવા રવાના
આ ઉત્સવમાં તમામ લોકોને શ્રીરામ જન્મભૂમિની પવિત્ર માટી અને સરયું નદીના જળથી તિલક કરવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ-ગુજરાત દ્વારા આગામી તા. 17 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે એક ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અયોધ્યા સ્થિત રામ મંદિર ખાતે મર્યાદાપુરૂષોતમ શ્રી રામ ભગવાન બિરાજીત થવાના અવસરે રાજકોટ ખાતે એક સૂવર્ણ પ્રસંગ યોજાશે.
જેમાં આ ઉત્સવમાં સામેલ થનાર તમામ ધર્મપ્રેમી જનતાઓને શ્રીરામ જન્ભૂમિની પવિત્ર માટી અને સરયું નદીના જળને ચંદનમાં ભેળવીને લલાટે તિલક કરવામાં આવશે. અયોધ્યા ખાતેથી શ્રી રામ જન્ભૂમિની પવિત્ર માટી અને સરયું નદીનું જળ લઇ શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના હોદેદારો રાજકોટ પરત આવવા રવાના થઇ ચૂક્યા છે. રાજકોટ શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિજયભાઇ બાબુભાઇ વાંક અને તેમની ટીમ સતત કાર્યરત છે. વિજયભાઇ ટાંક, ભાજપ અગ્રણી ભરતભાઇ દોષી, ભાજપ અગ્રણી સૂરજભાઇ ડેર, ભાવેશભાઇ દેથરીયા, કેયુરભાઇ રૂપારેલ અયોધ્યાના પ્રવાસથી પરત આવી રહ્યા છે.
- Advertisement -
શ્રી સનાતન ધર્મરક્ષક સમિતિના હોદેદારો આ શુભ કાર્યની શરૂઆત શ્રીરામ જન્મભૂમિ અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ સમિતિના અધ્યક્ષ શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય નિત્યગોપાલદાસજી મહારાજ અને શ્રી શ્રી કલ્યાણદાસજી મહારાજના શુભ આશિષથી કરવામાં આવી છે. બંન્ને સંતોના આર્શિવાદ મેળવી તેમના હસ્તે શ્રીરામ મુખ્ય મંદિરની માટી સહર્ષ સ્વીકારી હતી. ત્યારબાદ સરયું નદીના કાંઠે મહાઆરતીનો લાભ લઇ સરયુંનું પવિત્ર જળ લઇને હોદેદારો પરત ફરી રહ્યા છે.