મંદિરમાં માતાજીને ફૂલનો શણગાર કરવામાં આવ્યો
એક વર્ષમાં ખોડલધામમાં 1107 ધજા ફરકાવવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
21 જાન્યુઆરીનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ગૌરવશાળી અને ઐતિહાસિક દિવસ રહ્યો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડે તમામ કીર્તિમાન આ દિવસે જ પ્રસ્થાપિત કર્યા છે 21 જાન્યુઆરી 2017ના દિવસે વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરમાં માઁ ખોડલ સાથે 21 દેવી – દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમના આજે આઠ વર્ષ પૂર્ણ થયા છે ખોડલધામ મંદિરે આજે વહેલી સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું
મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એવું રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલું ખોડલધામ મંદિર દેશ – વિદેશમાં જાણીતું બની ગયું છે. ટૂંકાગાળામાં જ ખોડલધામની ભક્તિની સુવાસ ચારેકોર ફેલાઈ ચૂકી છે. ધર્મ સ્થાનની સાથે સાથે ખોડલધામ સૌરાષ્ટ્રનું પ્રવાસન ધામ પણ બની ગયું છે પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના આજે આઠ વર્ષ પૂર્ણ થતા મંદિરમાં માતાજીને શણગાર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આરતી દર્શન અને વહેલી સવારે ખોડલધામ ટ્રસ્ટની ધ્વજા મંદિરના સ્ટાફગણ દ્વારા ધ્વજારોહણ કર્યું અને મંદિર પરિસરમાં દેવોના દેવ મહાદેવની ભવ્ય રંગોળી કરવામાં આવી છે વહેલી સવારે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી.
ખોડલધામ મંદિરના કેમ્પસમાં સુ-સ્વાગતમનું સ્ટેચ્યુ, મંદિર પાસેના મુખ્ય સર્કમાં શંખ, યજ્ઞ શાળા પાસે ઋષિ મુનિ હવન કરતા હોઈ તેવી મૂર્તિ, મંદિર પાસેના બગીચામાં ભોજલરામ બાપાની મૂર્તિ મુકવામાં આવી છે.
21 – 1 – 2024 થી 21 – 1 – 2025 સુધી 1107 ધજા ચડાવવામાં આવી છે. લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામમાં લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનતા માને છે.