ખાસ-ખબર સંવાદદાતા
શ્રી બાલક હનુમાન મંદિર ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હવન, શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. 15000થી વધૂ લોકોએ મહાપ્રસાદનો લાહવો લીધો હતો. બાલક હનુમાન મંદિર 35 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. બાલ હનુમાન મંદિર દ્વારા બધા જ તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષથી બાલક હનુમાન મંદિર દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિગતો અનુસાર તા.20મીના શનિવારે સવારે હેમાદ્રિ (દેહ શુધ્ધિ), શ્રી ગરેશ પૂજન, મંડપ પ્રવેશ, દ્વાર પૂજા, અગ્નિ સ્થાપન, હનુમંત મૂર્તિના સામૈયા, પંચાંગ કર્મ, ગૃહ શાંતિ હોમ, જલયાત્રા, સ્થાપિત પૂજા, સાંજે ધાન્યધિવાસ વગેરે અનુષ્ઠાનો યોજાયો હતો. તા.21ના રવિવારે દેવ ઉત્થાન, હોમકર્મ, જલાધીવાસ, સાયનપૂજન, નગરયાત્રા, મંડપ પ્રવેશ, સ્થાપન, શૈયાધીવાસ વગેરે અનુષ્ઠાનો યોજાશે.
- Advertisement -
તા.22મીના સોમવારે સવારે દેવા ઉત્થાન, સ્થાપન, હોમ મૂર્તિ,. ન્યાસ અંગપૂજા, કુટીર હોમ, મૂર્તિ પ્રતિષ્ઠા બપોરે 1 વાગે બલીદાન કર્મ, સાંજે ચાર વાગે યજ્ઞમાં બીડુ હોમવામાં આવ્યું હતું. તા.22ના બપોરે 2-15 કલાકે મહાઆરતી તથા સાંજે 6-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 15000થી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ઉપરોકત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંપૂર્ણ યમવિધિ તથા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શાસ્ત્રી પંકજભમાઈ પંડયાના હસ્તે થઇ હતી. બાલક હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ જેવી કે રાંહત દરે ચોખા વિતરણ, હનુમાન જયંતી મહોત્સવ, જન્માષ્ટમી મહોત્સવ, નિ:શુલ્ક શબવાહિની સેવા, જરૂરતમંદોને અનાજ તથા વસ્ત્રોની સહાય, દર્દીઓને નિ:શુલ્ક મેડીકલ સાધનોની સેવા વગેરે અનેક પ્રવૃતિઓ ચાલી રહી છે.