આવતીકાલે ભક્તોનું ઘોડાપુર ઉમટશે, સમગ્ર તૈયારીઓને આખરી ઓપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
- Advertisement -
રાજકોટ વાસીઓની જેમાં વિશેષ શ્રધ્ધા છે ,એક દ્રઢ વિશ્ર્વાસ છે , ભરોસો છે અને પ્રગટ પ્રમાણ સાક્ષાત હાજરાહજૂર છે , એવા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજ તેમના સાનિધ્યમાં આવતીકાલે હનુમાનજી જયંતી અને મંગળવારના પવિત્ર દિવસે ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી થવા જઈ રહી છે , ભક્તોમાં પણ એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર ત્યારીઓને આખરી ઓપ અપાયો છે ,મંદિરને રોશનીથી ઝગમગી રહ્યું છે , જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, મંદિરના મહંત પૂ.વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજન કરવામાં આવ્યા છે.
આખો દિવસ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન છે આવતીકાલે લાખો શ્રદ્ધાળુઓ દાદા દર્શને આવી માથું ટેકવશે અને દાદા સૌ ભક્તોના દુ:ખોને દૂર કરશે કારણકે બાલાજી મંદિર તો વહી આતે હૈ જીને મહાપ્રતાપી બાલાજી દાદા સ્વંય બુલાતે હૈ તો આપ પણ આવતીકાલે દાદાના દર્શન ,યજ્ઞ ,મહાઆરતી ,મહાપ્રસાદ નો અલભ્ય લાભ લો તેમ બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે