એક જ મેચમાં પહેલીવાર 520+ રન 38 છગ્ગા લાગ્યા
ખાસ-ખબર ન્યૂઝ ઈં સ્પોર્ટસ, તા.28
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદે ઇતિહાસ રચ્યો અને 20 ઓવરમાં 277 રન બનાવ્યા. IPLના 17 વર્ષમાં આટલો મોટો સ્કોર આ પહેલા ક્યારેય બન્યો ન હતો. હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો રેકોર્ડ તોડ્યો, જેણે 2013માં 263 રન બનાવ્યા હતા. 278 રનના ટાર્ગેટ સામે પણ મુંબઈ ઈન્ડિયન્સે પણ પ્રયત્ન કર્યા, પણ ટીમની હોડી કિનારે આવી શકી નહીં. ખઈં ટીમે 20 ઓવરમાં 246 રન બનાવ્યા. આ બીજી ઈનિંગમાંIPLનો સૌથી મોટો સ્કોર હતો. અગાઉ 2020માં રાજસ્થાને 226 રન બનાવ્યા હતા. મેચમાં કુલ 523 રન બનાવ્યા હતા, જે પ્રોફેશનલ ઝ20 ક્રિકેટમાં પ્રથમ વખત બન્યું હતું. પ્લેયર ઑફ ધ મેચ અભિષેક શર્માએ અડધા કલાકની અંદર SRH માટે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. IM બેટર્સ SRHના સ્કોરનો ચેઝ કરવામાં નિષ્ફળ ગયા હોવા છતાં, તેઓએ બીજા દાવમાં એટલે કે ચેઝમાં ઈંઙકનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો. ટીમે 5 વિકેટ ગુમાવીને 246 રન બનાવ્યા હતા. અગાઉ 2020માં રાજસ્થાન રોયલ્સે પંજાબ સામે 226 રન બનાવ્યા હતા. શારજાહના મેદાન પર ટીમે 223 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો. આ મેચમાં રાહુલ તેવટિયાએ શેલ્ડન કોટ્રેલની એક ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી.
- Advertisement -
અભિષેક શર્માએ સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી
ટીમ માટે જછઇં બેટર અભિષેક શર્માએ 16 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જછઇં માટે ઈંઙકમાં કોઈપણ બેટરની આ સૌથી ઝડપી અડધી સદી છે. અભિષેક પહેલાં આ જ મેચમાં ટ્રેવિસ હેડે 18 બોલમાં 50 રન બનાવીને ડેવિડ વોર્નરનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે, અડધા કલાકથી પણ ઓછા સમયમાં અભિષેકે હેડનો રેકોર્ડ તોડીને જછઇં માટે નવો રેકોર્ડ બનાવ્યો હતો.