એસ.શ્રીસંતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. વર્ષ 2007ના ટી-20 વર્લ્ડકપ અને 2011ના વન-ડે વર્લ્ડકપની વિજેતા ભારતીય ટીમના સભ્ય રહી ચૂકેલા શ્રીસંતે સોશ્યલ મીડિયા પર સંન્યાસનું એલાન કર્યું હતું. તે આ વર્ષે રણજી ટ્રોફીમાં કેરળ વતી રમી રહ્યો હતો પરંતુ ઈજાને કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
શ્રીસંતને આ વર્ષે પણ આઈપીએલમાં કોઈ ખરીદાર મળ્યો નહોતો. ફાસ્ટ બોલરે ભારત વતી 27 ટેસ્ટ અને 53 વન-ડે મેચમાં ક્રમશ: 87 અને 75 વિકેટ મેળવી છે.આ ઉપરાંત 10 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેના નામે સાત વિકેટ નોંધાયેલી છે. શ્રીસંથે સોશ્યલ મીડિયા પર ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાણકારી આપતાં લખ્યું કે આગલી પેઢીના ક્રિકેટરો માટે મેં મારા પ્રથમ શ્રેણી ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.
- Advertisement -
જો કે હું જાણું છું કે મને ખુશી મળશે નહીં પરંતુ આ નિર્ણય લેવાનો અત્યારે યોગ્ય સમય છે. શ્રીસંત આઈપી એલમાં રાજસ્થાન રોયલ્સ ઉપરાંત પંજાબ કિંગ્સ ટીમનો પણ હિસ્સો રહી ચૂક્યો છે. જમણા હાથના આ ફાસ્ટ બોલરે 2013માં સ્પોટ ફિક્સિગં બાદ આઈપીએલ રમી નથી. પ્રતિબંધ હટ્યા બાદ તેણે પહેલી વખત આઈપીએલ ઑક્શન-2022માં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ કોઈએ તેને ખરીદ્યો નહોતો.


