ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર દ્વારા શહેરો-ગાંમડાઓમાં વરસાદની સ્થિતિ બાદ રોગચાળો વકરે નહી તે માટે અગમચેતીના પ્રશાસનને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જૂનાગઢ શહેરમાં સફાઈ તેમજ દવા છંટકાવની કામગીરી ઝૂંબેશ રૂપે શરૂ કરવામાં આવી છે. કમિશ્ર્નર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં દરેક વોર્ડમાં ઝૂંબેશના ભાગરૂપે કામગીરી શરૂ કરવામાં આવી છે. ટીમવર્કથી કામગીરી થઈ રહી છે.
હેલ્થ શાખાના અહેવાલ મુજબ શહેરમાં 720 સફાઈ કામદારો સેવા આપી રહ્યા છે. વોર્ડ પ્રભાર-15 અને એટલી જ સંખ્યામાં સેનેટરી અને સબસેનેટરી ઈન્સપેક્ટર ડોર-ટુ- ડોર 60 વાહનો દ્વારા થતી કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા છે. મૃત્તક પશુઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં રોજ 2000 કિલો ચૂનો -મેલેથીન પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.