ઝેરી કેમિકલ યુક્ત પાણીના કારણે માછલીઓના મોત થયા હોવાનો લોકોનો આક્ષેપ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઘુંટુ ગામ નજીક નવ નાલા પાસે નદીમાં છેલ્લા ત્રણ દિવસથી અસંખ્ય માછલીઓના ટપોટપ મૃત્યુ નિપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકોએ કેમિકલ યુક્ત પાણીને કારણે માછલીઓના મૃત્યુ નિપજ્યા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ ગામ નજીક નવ નાલા પાસે છેલ્લા ત્રણેક દિવસથી અચાનક જ માછલીઓના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે જેમાં આજે પણ આ સિલસિલો ચાલુ રહેતા જીવદયા પ્રેમીઓમાં દેકારો બોલી ગયો છે તો બીજી તરફ ઘુંટુ નજીક માછલીઓના ટપોટપ મૃત્યુ થવાની આ ઘટનામાં કોઈ ફેકટરીઓમાંથી ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નાના મોટા માછલાઓના મૃત્યુ નિપજ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.