જૂનાગઢમાં ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ભવ્ય ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના જન્મદિવસ, 29મી ઓગસ્ટ, નિમિત્તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીએપીએસ ખાતે ’નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, મેયર, ધારાસભ્યો અને કલેકટર સહીત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
આ કાર્યક્રમમાં હરેશભાઈ ઠુમરે, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે ભારતની યુવા વસ્તીનો ઉલ્લેખ કરી બાળકોને મજબૂત અને તંદુરસ્ત બનાવવા માટે રમતનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ટેનિસમાં ભારતનું ગૌરવ વધારનાર જેન્સી કાનાબાર, યોગ ક્ષેત્રે વાજા શાહનવાજ, ભાનુબેન અને ઇરફાનભાઈ ગરાણાને ગૌરવ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષકો હેમંતભાઈ ચાવડા અને શૈલેષભાઈ પરમારનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું. તથા ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શાળાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ક્રમ: શ્રીમતી આર.એસ. કાલરીયા અંગ્રેજી માધ્યમ રૂ.1,50,000, દ્વિતીય ક્રમ: કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલરૂ. 1,00,000, તૃતીય ક્રમ: સ્વ. કે.જી. ચૌહાણ ક્ધયા વિદ્યાલય રૂ. 75,000 પ્રદાન કરવામાં આવેલ હતા. કાર્યક્રમ દરમિયાન ’ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ અંતર્ગત સૌએ શપથ લીધા હતા. આ ઉપરાંત, હોકી પેનલ્ટી શૂટઆઉટ, સ્કીપિંગ રોપ અને સૂર્ય નમસ્કાર જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ હતી, જેમાં વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. રમત ગમત અધિકારી મનીષ જીલડીયાએ આભાર વિધિ કરી હતી અને કાર્યક્રમનું સંચાલન હારુન વિહળે કર્યું હતું.