ગોવા-મનાલી નહીં, હવે અયોધ્યા-કાશી છે હોટસ્પોટ
સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે. હિંદુઓનો 500 વર્ષ જૂનો સંઘર્ષ ફળદાયી રહેશે અને રામલલા તંબુમાંથી ગર્ભગૃહમાં પધારશે. દેશભરમાંથી લાખો લોકો અયોધ્યા પહોંચવા માટે તલપાપડ છે. અયોધ્યા તો હજુ હમણાં ચર્ચામાં છે, પરંતુ વારાણસી, ઉજ્જૈન અને મથુરા જેવા ધાર્મિક સ્થળો પર પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. તેના બે મોટા કારણો છે વર્તમાન સરકાર ભક્તો માટે સુવિધાઓ વિકસાવી રહી છે અને બીજું, આ ભારતમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનો સમયગાળો પણ છે અને જેના કારણે ભારતમાં આધ્યાત્મિક પર્યટન વધ્યું છે. સાંસ્કૃતિક પુનરુત્થાન એટલા માટે કે ભારતના દરેક ક્ષેત્રમાં, જ્યાં રામનું નામ લેવામાં આવ્યું છે, ત્યાં રામના જન્મસ્થળ પર આક્રમણકારોનો કબજો હતો અને હવે તે મુક્ત થઈ ગયું છે. હિંદુ સમાજે વર્તમાન કાનૂની માધ્યમો દ્વારા પોતાના અધિકારો પાછા મેળવ્યા છે. કહેવાનો અર્થ એ છે કે ખાસ પ્રસંગોએ લોકો હવે માત્ર મનાલી, મસૂરી અને ગોવા જ નહીં પરંતુ મંદિરોમાં દર્શન અને આધ્યાત્મિકતાના અનુભવને પ્રાધાન્ય આપી રહ્યા છે.
- Advertisement -
OYO પર પણ અયોધ્યા ડિમાંડમાં, 70%નો ઉછાળો
OYO દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા પર એક નજર નાંખીએ. ઘઢઘ હોટલ ચેનના સંસ્થાપક રિતેશ અગ્રવાલે ટ્વિટ કરીને જણાવ્યું છે કે આ વખતે પહાડ અને સમુદ્ર તટ નહીં, પરંતુ અયોધ્યાનો ક્રેઝ છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. ભારતના ધાર્મિક સ્થળો હવે લોકોનું સૌથી પસંદગીના સ્થળ છે. પોતાની એપના યૂઝર્સના આંકડા અંગે તેમણે કહ્યું કે ગોવા અને નૈનિતાલની સરખામણીમાં અયોધ્યામાં સૌથી વધુ રોકાણ કરનાર લોકોનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે અયોધ્યાના કિસ્સામાં આ આંકડો 70 ટકા, ગોવામાં 50 ટકા અને નૈનિતાલમાં 60 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
નવા વર્ષે વારાણસીમાં 8 લાખ દર્શનાર્થી
2024ના પહેલા દિવસે 8 લાખ શ્રદ્ધાળુઓ બાબા વિશ્ર્વનાથના દર્શન કરવા વારાણસી પહોંચ્યા હતા. વિશ્ર્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે કર્યું હતું. અહીં પણ ઔરંગઝેબે મંદિર પર કબ્જો કરીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી. આ મામલે કોર્ટમાં વિચારણા ચાલી રહી છે, કાયદાકીય લડાઈ ચાલી રહી છે. પરંતુ મોદી સરકારે અહીં વિકાસને પ્રાધાન્ય આપ્યું અને તે પછી કાશીની કયાપલટ કરવામાં આવી અને મોટી સંખ્યામાં લોકો દર્શન માટે આવવા લાગ્યા.