- દર્દની ગંભીરતા છતાં સદગુરુનો દૈનિક કાર્યક્રમ, સામાજીક ગતિવિધિ યથાવત રહી
ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની બ્રેઈન સર્જરી થઈ શકે છે. તેઓ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ છે. સદગુરુ છેલ્લા ચાર વીકથી ગંભીર સર દર્દથી પીડીત હતા.
Spoke to @SadhguruJV Ji and wished him good health and a speedy recovery.
- Advertisement -
— Narendra Modi (@narendramodi) March 20, 2024
સદગુરુએ બ્રેઈન સર્જરી બાદ પોતાનો એક વિડીયો મેસેજ જાહેર કરીને જણાવ્યું હતું કે, તેની હાલત હવે ઠીક છે. જયારે વડાપ્રધાન મોદીએ એકસ પર પોસ્ટ કરીને કહ્યું- સદગુરુ સાથે વાત કરી અને તેમના સારા સ્વાસ્થ્ય અને શીઘ્ર સ્વસ્થ થવાની કામના.
- Advertisement -
એપોલો હોસ્પિટલના જણાવ્યા મુજબ દર્દની ગંભીરતા છતાં તેમણે પોતાનો સામાન્ય દૈનિક કાર્યક્રમ અને સામાજીક ગતિવિધિઓ ચાલુ રાખી હતી. 15 માર્ચે તેમની તબીયત વધુ બગડી તો તેમને એપોલો હોસ્પિટલના ન્યુરોલોજીસ્ટ ડો. વિનિત સુરી સાથે ટેલિફોનિક પરામર્શ કર્યો હતો.
સદગુરુનું એમઆરઆઈ કરવામાં આવ્યુ હતું અને તેમના મગજમાં રકતસ્ત્રાવ થતો હોવાનું બહાર આવ્યું હતું.