’ખાસ ખબર’ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં હજારો દર્શકોની ઉપસ્થિતિ
ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળતા દર્શકોને મોજ પડી ગઈ, તાળીઓના ગડગડાટથી સમગ્ર માહોલ ગુંજી ઉઠ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ખાસ ખબર આયોજિત ટેનિશ ટુર્નામેન્ટના 4 દિવસ પૂર્ણ થઇ ગયા છે. જેમાં ભાગ લેનારી દરેક ટીમો ઉત્સાહભેર ક્રિકેટ રમી દર્શકોને મનોરંજન પૂરું પાડી રહી છે. ગઈકાલની વાત કરીએ તો રાજશક્તિ ડઈં રીબડાના ખેલાડી અસલમે 41 બોલમાં ધુંઆધાર 101 રન ફટકાર્યા હતા. જેમાં તેમણે 10 ચોગ્ગા અને 7 છગ્ગા માર્યા હતા. તા.24 એપ્રિલના રોજ કુલ 5 મેચો રમાઈ હતી. મેચના અંતે વિજયી ટિમ અને મેન ઓફ ધ મેચ રહેલા ખેલાડીઓને ઇનામો આપી સન્માનિત કરાયા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ગોકુલ હોસ્પિટલ તરફથી તબીબી સહયોગ મળી રહ્યો છે. તેમજ ઇનોવેટિવ સ્કૂલ, કોર મોબાઈલ સહિતના દાતાઓ આર્થિક સહયોગ કરી રહ્યા છે. ખાસ ખબરના પરિવારના યોગીરાજસિંહ ડોડીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમજ ખાસ ખબરના આમંત્રણને માન આપીને શક્તિસિંહ જાડેજા, વિશુભા રાણા, દેવાંગભાઈ માંકડ, અજયભાઈ પરમાર, અલ્લાઉદ્દીનભાઈ કારિયાણી, રાજભા પરમાર, દીપકભાઈ ચંદારાણા, કિરીટભાઈ ગોહીલ, કુમારભાઈ ચૌહાણ, બાબાલાલ, રામદેવસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા,પાર્થરાજસિંહ જાદવ, ભાવેશભાઈ રાણપરા, હિતેશભાઈ મહેતા, હિરેનભાઈ નથવાણી તેમજ ગુજરાત પોલીસમાંથી ગોપાલસિંહ જાડેજા-દિવ્યરાજ સિંહ જાડેજા-યોગીરાજ સિંહ જાડેજા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મેચ નિહાળવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો જીમખાના ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.
24 તારીખે રમાયેલી મેચો
બેંગોલી XI બી VS એમપી સ્ટાર (વિજયી),
ભગત XI (વિજયી) VS નહેરુનગર,
સંત કૃપા દત રાજ શક્તિ XI રીબડા (વિજયી), રોયલ બંગાલ ટાઇગર એ VS મરવેલ બી (વિજયી), રાજ શક્તિ XI રીબડા (વિજયી) VS મહાવીર XI
નાનાં બાળકોથી લઈ વડીલો માણી રહ્યા છે ટુર્નામેન્ટ
રાજકોટની જનતાને રાત્રી ટેનિશ ટુર્નામેન્ટ અતિ પસંદ આવે છે. આ પ્રકારની ટુર્નામેન્ટ હંમેશા રાત્રીના સમયે આયોજિત કરવામાં આવતી હોય છે. ત્યારે ખાસ ખબર આયોજિત ટુર્નામેન્ટમાં નાનાં બાળકો અને વડીલો બહોળી સંખ્યામાં હાજર રહીને મેચની મોજ માણી રહ્યા છે. નાનાં બાળકો ક્રિકેટની રમત જોઈને મોજમાં આવી ગયા હતા અને ગ્રાઉન્ડ આસપાસ આનંદ કિલ્લોલ કરતા નજરે પડ્યા હતા. આખા દિવસનો થાક જાણે રાત્રે ક્રિકેટ જોયા પછી જ ઉતરતો હોય તે રીતે વડીલોએ મુક્ત મને ક્રિકેટ મેચ જોયો અને જીમખાના ગ્રાઉન્ડમાં હળવો સમય પસાર કર્યો હતો.