શીખવાની વૃત્તિ ધરાવતા લોકોને મળવું મને ખૂબ જ ગમે: પૂજારા
બિઝનેસ ઓનર્સ અને આંત્રપ્રિન્યોર માટેના ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ઉદ્યોગ સાહસિકતાઓને મળવાનો મોકા મળ્યો: યોગેશ પૂજારા
- Advertisement -
બિઝનેસ એન્ડ પર્સનલ ગ્રોથ અને બિઝનેસ ડેવલોપમેન્ટને લગતા તમામ પાસાઓને સરળતાથી શીખડાવતા
બિઝનેસ કોચ હાર્દિક મજીઠિયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં યોજાયેલા બિઝનેસ ઓનર્સ અને આંત્રપ્રિન્યોર માટેના ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ ‘બિઝનેસ એન્ડ સેલ્સ ટ્રાન્સફોર્મેશન’ ના પદવીદાન સમારોહમાં પૂજારા ટેલિકોમના માલિક યોગેશ પૂજારા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે યોગેશ પૂજારાએ જણાવ્યું હતું કે, પદવીદાન સમારોહમાં હાજર રહી સાહસી ધંધાદારીઓ સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો હતો. બિઝનેસ કોચ હાર્દિકભાઈ મજીઠીયાના આ ઉત્કૃષ્ટ ટ્રેનિંગ પ્રોગ્રામમાં બિઝનેસ ગ્રોથ, પર્સનલ ગ્રોથ અને બિઝનેસ ડેવલોપમેન્ટને લગતા તમામ પાસાઓ ખુબ જ સરળ અને પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે શીખવાડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના ઘણા બધાં યુવા બિઝનેસ ઓનર્સ દ્વારા ટ્રેનિંગનો લાભ લીધો હતો.
શીખવાની વૃત્તિ ધરાવતા લોકોને મળવું મને પણ ખુબજ ગમે છે ત્યારે આ પ્રકારના લર્નિંગ અને ડેવલોપમેન્ટ આધારિત સમારોહના સાક્ષી બનવાથી ગૌરવપૂર્ણ લાગણી અનુભવી રહ્યો છો.
- Advertisement -
યોગેશભાઈ પૂજારાએ આ કાર્યક્રમમાં ધંધાની સફળતા તથા તેમા આવતા પડકારો અને ચેલેન્જિંગને કઈ રીતે સ્વીકારવી તે અંગે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે પૂજારા ટેલિકોમ સૌરાષ્ટ્ર ભરમાં પોતાની મોબાઈલ ડીલરશીપ ધરાવે છે. તો તેના શો-રૂમ અલગ અલગ વિસ્તારમાં છે યોગેશભાઈ પૂજારાએ પૂજારા ટેલીકોમના માલિક છે. સૌરાષ્ટ્રમાં અલગ અલગ શહેરોમાં તેના સ્ટોર છે. પૂજારા ટેલિકોમના બ્રાન્ડ એમ્બેસેડર ગુજરાતી કલાકાર મલ્હાર ઠાકર છે. ત્યારે ગઈકાલે યોગેશભાઈ પૂજારાએ જસદણમાં આવેલા પૂજારા સ્ટોરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે રીટેલર મિત્રોની મુલાકાત લીધી હતી.
ઓછું ભણેલા અનેક ગુજરાતીઓએ બિઝનેસમાં સફળતા હાંસલ કરી છે. પણ સારી સરકારી નોકરી છોડીને બિઝનેસ શરૂ કરી સફળતા મેળવી હોય એવા ગણ્યા ગાંઠ્યા ગુજરાતીઓ છે. આવા ગુજરાતીઓમાં રાજકોટની પૂજારા ટેલિકોમ પ્રાઈવેટ લિમિટેડના માલિક યોગેશ પૂજારાનું નામ આગવી હરોળમાં આવે છે. પણ આ મુકામ સુધી પહોંચવા માટે યોગેશ પૂજારાની તનતોડ મહેનત અને ટેકનિકલ નોલેજનો મહત્વનો ફાળો છે. એક સમયે નવરાત્રીમાં ગરબે રમવા માટે એન્ટ્રી ફીના પૈસા ન ચૂકવી શકતા આ ગુજરાતી આજે 500 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે. બીએસએનએલમાં ટ્રાન્સમિટર આસિસ્ટન્ટની 8500 પગારની નોકરી છોડી બિઝનેસ શરૂ કરનાર યોગેશ પૂજારા આજે ગુજરાતભરમાં બિઝનેસ ધરાવે છે.