તા. 22ના રોજ અનેક સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
ખાસ ખબર આયોજીત જીતેન્દ્ર વરૂ મેમોરિયલ કપ – 2025નો તા. 21 એપ્રિલ 2025થી દબદબાભેર પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ દિવસે ઉદ્ઘાટન પ્રસંગે રાજકોટ શહેર ભાજપના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે તા. 22ના રોજ ખાસ ખબર ન્યૂઝનાં ડાયરેક્ટ ધર્મેશભાઈ જોષી અને સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના મેમ્બરોમાં અતુલભાઈ કોઠારી, દીપકભાઈ ચંદારાણા, કુમારભાઈ ચૌહાણ, દિલીપસિંહ જાડેજા, કાનભાઈ, ક્રીપાલસિંહ રાણા (પીએસઆઇ), શૈલેષભાઈ પરમાર, જતીનભાઈ માનસત્તા, જીણુભા ગોહેલ, હેમેન્દ્રભાઈ વાઢેર, રોહિતભાઈ સિધ્ધપુરા, કેતનભાઇ સાપરીયા, દીપકભાઈ સાપરિયા, હિતેષભાઈ મહેતા, બહાદુરસિંહ કોટીલા, અશોકભાઈ ચંદારાણા, બલરાજસિંહ રાણા, રામદેવસિંહ જાડેજા, લાલભાઈ મીર, પુષ્પરાજસિંહ જાડેજા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ખાસ ખબર આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટની સરાહના કરી તેમજ જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલી તમામ વ્યવસ્થાને વખાણી હતી. બીજા દિવસે બહોળી સંખ્યામાં ક્રિકેટ રસિકો મેચ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે કુલ 5 મેચો રમાઈ હતી. જેમાં વિજેતા ટીમને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરાઈ હતી, તેમજ મેન ઓફ ધ મેચ બનેલા ખલાડીઓનું પણ બહુમાન કરાયું હતું. આ સિવાય કોમેનટેટર્સે પણ કોમેન્ટ્રી કરી ઉપસ્થિત સૌ કોઈને મોજ કરાવી હતી. મેચ સમય કોઈ પણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેના માટે ગોકુલ હોસ્પિટલ દ્વારા મેડિકલ સુવિધા પુરી પડાઈ રહી છે.
- Advertisement -
તા.22ના રોજ રમાયેલા મેચોની યાદી
છ 9 (વિજયી)VSગુજરાત,
એમએસ ફુંગલી VS વિશ્વકર્મા (વિજયી),
ગુજરાત (વિજયી) VS લાયન ડઈં,
બાહુબલી VS R 9 (વિજયી),
જય રામનાથ VS લાયન વેકરી ગોંડલ (વિજયી)
મેન ઓફ ધ મેચ રહેલા ખેલાડીઓની યાદી
- Advertisement -
જયપાલસિંહ – R 9,
બ્રિજેશ ગજ્જર – વિશ્વકર્મા,
નિલેશ – ગુજરાત,
રામદેવસિંહ – R 9,
વિશાલ ચાવડા – લાયન વેકરી ગોંડલ