રન, રેકોર્ડ અને રોમાંચ: બીજા દિવસે અનેક નવા રેકોર્ડ્સ બન્યા
દીક્ષિત અને પ્રફૂલ પાટિલના વિસ્ફોટક પ્રદર્શનથી પ્રેક્ષકોમાં ઉત્સાહ વધ્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રંગીલા રાજકોટના ઐતિહાસિક માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાઈ રહેલી ‘ખાસ ખબર કપ-2026’ ઓલ ઈન્ડિયા રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં બીજા દિવસે જબરદસ્ત ઉત્સાહ અને રોમાંચ જોવા મળ્યો હતો. મેદાનમાં રમાયેલા ચારેય મુકાબલાઓમાં ખેલાડીઓએ આક્રમક બેટિંગ કરી પ્રેક્ષકોને મનોરંજન પૂરુ પાડ્યુ હતું. ચોગ્ગા અને છગ્ગાની વરસાત સાથે સ્ટેડિયમમાં હાજર દર્શકોમાં ઉત્સાહ છલકાયો હતો. બીજા દિવસે ખાસ કરીને યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભાનો જોરદાર પરિચય આપ્યો હતો અને અનેક નવા રેકોર્ડ્સ નોંધાયા હતા. ટૂર્નામેન્ટમાં અદ્યતન ટેકનોલોજી પણ ખાસ આકર્ષણ બની છે. જાયન્ટ સ્ક્રીન પર લાઈવ રિપ્લે, દરેક છગ્ગા અને વિકેટ પર રોકડ ઈનામોની જાહેરાત અને સ્પોન્સર્સ દ્વારા આપવામાં આવતા પુરસ્કારો પ્રેક્ષકોમાં ઉત્સાહ વધારતા રહ્યા હતા. આ સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન ખાસ ખબર ન્યૂઝના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે, જે રાજકોટવાસીઓ માટે રાત્રિના સમયમાં મનોરંજનનું એક મોટું કેન્દ્ર બની રહ્યું છે. આવનારા દિવસોમાં વધુ રસપ્રદ અને ટક્કરભર્યા મુકાબલાઓ જોવા મળશે.



