સીતા માતાના પિયર નેપાળના જનકપુરમાંથી હજારો ભેટોથી ભરેલ 30 ટ્રક અયોધ્યા પહોંચ્યા: રાવણની નગરી શ્રીલંકાથી એક પ્રતિનિધિમંડળ અશોક વાટીકાથી ખાસ ભેટ લઈને અયોધ્યા પહોંચ્યું
જે ઘડીની લોકો સેંકડો વર્ષથી રાહ જોઈ રહ્યા છે તે 22 મી જાન્યુઆરી આવી રહી છે. અયોધ્યામાં શ્રીરામ જન્મ ભૂમી સ્થળે નવ નિર્મિત મંદિરમાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.તેનો માત્ર દેશમાં જ નહિં વિદેશમાં પણ ઉત્સાહનો માહોલ છે.વિદેશમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને માહોલ છે ત્યારે રામમંદિર માટે દેશ-વિદેશમાંથી ખાસ ભેટ અયોધ્યામાં મોકલાઈ રહી છે.
- Advertisement -
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ મંદિરને મોકલવામાં આવેલી ખાસ ભેટોમાં 108 ફૂટ લાંબી અગરબતી, 2100 કિલોનો ઘંટ, 1100 કિલો વજનનો વિશાળ દિપક, સોનાની ચાખડી, 10 ફૂટ ઉંચુ તાળુ-ચાવી અને આઠ દેશનાં સમગ્ર એક સાથે દર્શાવતી ઘડીયાળ પણ સામેલ છે.
આ અનોખી ભેટો બનાવનાર કલાકારોને આશા છે કે આનો ઉપયોગ ભવ્ય મંદિરમાં કરવામાં આવશે. રામ મંદિરને દેશના બધા ભાગો ઉપરાંત વિદેશોમાંથી પણ ભેટો મળી રહી છે.નેપાળમાં જનકપુરીમાં સીતાજીની જન્મ ભૂમિમાંથી ભગવાન રામ માટે 3 હજારથી વધુ ભેટ અયોધ્યા પહોંચી છે આભુષણ અને કપડા સહીત ભેટોને આ સપ્તાહે નેપાળના જનકપુર ધામ રામ જાનકી મંદિરથી લગભગ 30 વાહનો દ્વારા અયોધ્યા લઈ જવામાં આવી હતી.
તો શ્રીલંકાથી એક પ્રતિનિધિ મંડળ પણ અશોક વાટીકાથી એક વિશેષ ઉપહાર લઈને અયોધ્યા પહોંચ્યુ હતું. પ્રતિનિધિ મંડળે મહાકાવ્ય રામાયણમાં વર્ણિત અશોક વાટીકાથી લાવવામાં આવેલ એક શિલાની ભેટ આપી હતી.