જિલ્લા ચૂંટણી અધિકારીનો અનુરોધ: તિર્થંક પેપર મિલ, સિમેરી, ઇટાલિનો સહિતની કંપનીઓ અને ગામોમાં મતદારો લાભ લે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
ભારતના ચૂંટણી પંચના નિર્દેશ મુજબ મોરબી જિલ્લામાં હાલમાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ ગામો અને ઉદ્યોગ એકમોમાં ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં વધુ મતદારોને આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે.
આ કેમ્પ અંતર્ગત તિર્થંક પેપર મિલ, સિમેરી ઇન્ટરનેશનલ, પાર્થ પેપર, જીલટોપ ગ્રેનીટી, સિલ્વેનીયા સિરામિક, ગોકુલ સ્નેક્સ, ઈટાલિનો ટાઇલ્સ જેવી કંપનીઓમાં તા. 19 નવેમ્બરથી 28 નવેમ્બર દરમિયાન ચોક્કસ તારીખો પર કેમ્પ યોજાશે. આ ઉપરાંત, માળીયા, ભડિયાદ પ્રાથમિક શાળા, ટંકારા, નીચી માંડલ, બગસરા ગ્રામ પંચાયત અને જાજાસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખાસ કેમ્પ યોજાશે. મતદારો પોતાના નામ નોંધાવવા, સુધારા કરાવવા કે અન્ય કામગીરી માટે સમયસર આ કેમ્પનો લાભ લઈ શકશે.



