કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા ખાસ બુલેટ પેટ્રોલિંગ
ખુદ SPએ બુલેટ સવારી કરીને ચાર-ચાર ક્લાક સુધી જૂનાગઢના માર્ગો પર નગરચર્ચા કરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે હર્ષદ મેહતા થોડા દિવસ પેહલા ચાર્જ સંભાળતાની સાથેજ શહેરમાં શાંતિ – સુરક્ષા સાથે લોકોની સલામતી રહે તેવા ઉદેશ સાથે શહેરમાં અસામાજિક અને લુખ્ખા તત્વો સામે ધોંસ બોલાવી છે અને અસામાજિક તત્વો માં ફફડાટ ફેલાઈ ગયો છે અને જૂનાગઢ ના લોકો એસપી હર્ષદ મેહતાના કડક વલણથી શહેરીજનો ખુશી વ્યક્ત કરી રહ્યાં છે અને ટૂંકા સમયમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરી છે.
જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાની બુલેટ સવારી સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું જેમાં 4 કલાકથી વધુ શહેરના મોટા ભાગના વિસ્તારો આવરી લેવાયા હતા અને શહેરમાં બુલેટ સાથે ફરીને કડક હાથે ચેકીંગ કર્યું હતું અને પોલીસ પ્રજાની મિત્ર છે તેવા સૂત્રને સાર્થકતા સાથે ખાસ બુલેટ પેટ્રોલિંગ કર્યું હતું જૂનાગઢ શહેર એક એવું શહેર છે કે સાંકડી ગલીઓ રસ્તા નાના અને ભીડ ભાડથી ભરેલું છે ત્યારે મોટા વાહનો સાથે પેટ્રોલિંગ કરવું મુશ્ર્કેલ બને છે ત્યારે એસપી હર્ષદ મેહતા એ નવતર અભિગમ સાથે બુલેટ સાથે ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતું.
જૂનાગઢ શહેરમાં મજેવડી દરવાજા પાસે એક દરગાહ ને મનપા દ્વારા નોટીસ આપ્યા બાદ મામલો બિચક્યો હતો અને ટોળાએ પોલીસ પર પથ્થર મારો કરી અનેક અધિકારી અને પોલીસ કર્મી સહીત ઘાયલ થયા હતા એ સમય ના તત્કાલીન એસપી એ કાયદાનું ભાન કરાવ્યું હતું અને અનેક ઈસમો સામે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરી હતી ત્યાર બાદ નવ નિયુક્ત એસપી હર્ષદ મેહતા એ વધુ કડક હાથે કામગીરી શરુ કરી છે અને પોલીસ પર ના હુમલામાં હજુ કેટલાક ફરાર આરોપીને ઝડપી લેવા ખાસ મેગા ડ્રાઈવ રાખીને નાસતા ફરતા 13 આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
- Advertisement -
શહેરમાં ચાલતી અસામાજિક પ્રવતિ પર લગામ લગાવા માટે અવાર નવાર નાઈટ પેટ્રોલિંગ સાથે મેગા ડ્રાઈવ રાખીને અસામાજિક તત્વો ને ઊંઘતા ઝડપી લેવામાં સફળતા મળી છે ત્રણ દિવસ અગાઉ વેહલી સવારે 4 વાગે જઙ સહીત એલસીબી, એસઓજી સહીત તમામ પોલીસ સ્ટેશનના પીઆઇ અને પીએસઆઈ સહીત 300થી વધુ પોલીસ જવાનો સાથે ખાસ કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં 286 જેટલા ઈસમોને હથિયાર તેમજ પીધેલ હાલતમાં તેમજ વગર નંબરની બાઈકો સહીત ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ઈસમોને કાયદો વ્યવસ્થાનું ભાન કરાવ્યું હતું.