અમેરિકામાં હાઉસ ઓફ રીપ્રેઝન્ટેન્ટીવ એટલે કે પ્રતિનિધિ સભાના નવા અધ્યક્ષની ચૂંટણીમાં પંદરમાં રાઉન્ડને અંતે રીપબ્લીકન પાર્ટીના ઉમેદવાર કેવીન મેકાર્થીને જીત માટે 216 મતો મળ્યા હતા જયારે ડેમોક્રેટીક પક્ષના હકીમ જેફરીઝને 212 મતો મળ્યા હતા.
આમ મેકાર્થી અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા છે. કુલ 428 મત માંથી મેકાર્થી બહુમતી મેળવી ગયા હતા અને તેથી તેમને વિજેતા જાહેર કરાયા હતા. અગાઉ 14 વખત મતદાન થયું પરંતુ મેકાર્થી જીત માટે જરૂરી 50 ટકા કે તેથી વધુ મતો મેળવી ન શકતા ફરી મતદાન કરવું પડયું હતું.
- Advertisement -
Republican Kevin McCarthy elected US House Speaker after 15 rounds of voting
Read @ANI Story | https://t.co/CTwfAEIBuJ#KevinMcCarthy #US #USHouse #Republicans #Democracts pic.twitter.com/bmiUjKgGcm
— ANI Digital (@ani_digital) January 7, 2023
- Advertisement -
જે અમેરિકી સંસદમાં પ્રથમ વખત આ પ્રકારની સ્થિતિ બની હતી. પ્રમુખ બાઈડને રીપબ્લીક પક્ષના મેકાર્થીને અભિનંદન આપીને તેમની સાથે કામ કરવા ખુશી વ્યક્ત કરી હતી.