વીજળીની વધતી કિંમતો વચ્ચે યુરોપમાં એ વાતનું મનોમંથન ચાલે છે કે, આવનારી ઠંડી ઋતુમાં તેઓ પોતાની વિજળીની જરૂરિયાતોને કેવી રીતે પૂરી કરશે. જેમાં જર્મની પોતાના નાગરિકોને ઠંડા પાણીથી નહાવાનો આગ્રહ કરી રહી છે. પરંતુ સ્પેનએ આ બાબતે મનાઇ ફરમાવતા કહ્યુ કે, તેઓ પોતાના નાગરિકોને ઉર્જા બચાવવા માટે વિનંતી કરશે.
- Advertisement -
સ્પેનની સરકારનું કહેવું છે કે, તેઓ પોતાના ગ્રાહકો કે વ્યવસાયો પર પ્રતિબંધ નહીં લગાવે અને ના તો વિજળીના સંકટ વચ્ચે પાણી બચાવવા માટે ટિપ્સ આપશે. પરિસ્થિતિ પરિવર્તનના મંત્રી ટેરેસા રિબેરાએ આ બાબતે નિવેદન આપતા કહ્યું કે, શું હું લોકોને જર્મનની જેમ ઠંડા પાણીથી મહાવાનું કહું, હું તેમ નથી કરી શકતી. પરંતુ આપણે જુની આદતોને ફરી આપણા જીવનમાં અપનાવી શકિએ છિએ, જેમકે, લાઇટ બંધ કરવી, અથવા પાણી વધુ ગરમ ના કરવું. સ્પેનએ જરૂર ઉર્જાની બચત કરવી જોઇએ, પરંતુ બીજા દેશોની તુલનામાં અમારી પાસે વધુ સારી તૈયારીઓ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સ્પોન જર્મનીની જેમ રશિયાના ગેસ પર નિર્ભર નથી, જેમણે કોલસાથી ચાલનારા વિજળીના યંત્રોને પણ ચાલુ રાખવાના છે. સ્પેનએ હાલમાં જ યુક્રેન અને રશિયા વચ્ચેના આક્રમણ અને આગાામી ઉર્જા સંકટને ધ્યાનમાં રાખતા વિજળી બચાવવા માટે એક વિવાસ્પદ યોજનાને મંજૂરી આપી હતી.
આ યોજનાના અનુસાર, સ્પેનએ ગેસની અછતમાં 7-8 ટકાનો ઘટાડો કરવો જોઇએ, જયારે યૂરોપીય સંઘના બીજા દેશો 15 ટકાની બચત કરવાની માંગણી કરી છે. 10 ઓગસ્ટથી બધા સાર્વજનિક ક્ષેત્રો જેવા કે, શોપિંગ મોલ, સિનેમા, ઓફિસ, સ્ટોર, હોટેલ, ટ્રેન સ્ટેશન, અને એરપોર્ટ જેવી જગ્યા પર 27 ડિગ્રીની નીચે ઠંડા રાખવા પર પ્રતિબંધ છે. જેમાં બીજા ઉપાયો જેવા કે, દેશ ભરમાં કાર્યાલયો, દુકાનો અને બીજા સ્મારકોની લાઇટ રાત્રે 10 વાગ્યે બંધ કરવી.