ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનારની લીલી પરિક્રમા આગામી કારતક સુદ અગિયારસ તા.23 નવેમ્બર થી લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે 12 લાખથી વધુ ભાવિકો પરિક્રમા કરવા પધારે તેવો અંદાજ છે જયારે લાખોની સંખ્યમાં ભાવિકો ગિરનાર ફરતે 36 કિમિ પગપાળા ચાલીને કરવાના હોય તેને ધ્યાને લઈને ગિરનાર પરિક્રમા કરવા આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે સુખરૂપ પરિક્રમા પૂર્ણ કરે તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહે તેમાટે એસપી હર્ષદ મેહતા, ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, એસઓજી પીઆઇ અરવિંદ ગોહિલ,એલસીબી પીએસઆઇ જે.જે.ગઢવી સહીત સ્ટાફ સાથે પરિક્રમા રૂટની નિરીક્ષણ કર્યું હતું જેમાં પોલીસ દ્વારા ભાવિકો સાથે સોહાર્દ પૂર્ણ રીતે પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા સૂત્ર સાથે પોલીસનો બંદોબસ્ત મુકવામાં આવશે.