0રાજકોટ પાર્ટીની જાહેરાત કરનાર થલપતિ કહે છે અમે 2024ની ચૂંટણી લડવાના નથી કે કોઈને સાથ આપવાના નથી
સાઉથના વધુ એક સુપર સ્ટારે રાજકીય પાર્ટીની જાહેરાત કરી છે. સ્ટાર થલપતિ વિજયે ગઈકાલે રાજકીય પક્ષની તમિલગાર વેત્રી કાઝમ નામની પાર્ટીની જાહેરાત કરી છે.કલાકાર વિજય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં 2024ની લોકસભા ચૂંટણીને લઈને પણ બાબતો સ્પષ્ટ કરવામાં આવી હતી.
- Advertisement -
એવું કહેવામાં આવ્યું હતું કે, અમે 2024ની ચૂંટણી લડવાના નથી. તેમજ આ સમયગાળા દરમિયાન અમે કોઈને સાથ આપીશું નહીં. અમે જનરલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક માટે આ નિર્ણય લીધો છે.
વિજયનું પૂરું નામ જોસેફ વિજય ચંદ્રશેખર છે. તેમનો જન્મ 22 જૂન 1974ના રોજ થયો હતો. તેઓ વિજયના નામથી ઓળખાય છે. વિજય એક પ્રોફેશનલ એક્ટર અને પ્લેબેક સિંગર છે. વિજય તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. વિજયે તમિલ ઉપરાંત અન્ય ઘણી ભારતીય ભાષાઓની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વિજયને તેના ચાહકો અને મીડિયામાં થલાપતિ (કમાન્ડર) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની ગણતરી તમિલ સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાં થાય છે. વિશ્વભરમાં તેના ચાહકો છે.
Waiting #Thalapathy 🔥🔥 pic.twitter.com/NloFupVvo5
- Advertisement -
— Thalapathy Vijay 🐐 (@blakeninjaa) February 2, 2024
વિજયના નામે અત્યાર સુધી ઘણા એવોર્ડ છે. તેણે સ્ટાર ઇન્ડિયા તરફથી આઠ વિજય પુરસ્કારો, તમિલનાડુ સરકાર તરફથી ત્રણ તમિલનાડુ રાજ્ય ફિલ્મ પુરસ્કારો અને એક સિમા પુરસ્કાર જીત્યા છે.
ઉલ્લેખની આંધ્ર પ્રદેશમાં, એનટી રામારાવ, જેઓ અન્ના અને એનટીઆર તરીકે જાણીતા છે, તેમણે તેલુગુ દેશમ પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ સાત વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. આ સિવાય અન્નાદુરાઈએ અભિનય કર્યા બાદ એક રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો. તેઓ તમિલનાડુના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. અભિનેત્રી જાનકી રામચંદ્રન, જે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં વીએન જાનકી તરીકે જાણીતી છે, તેણે પણ રાજકારણમાં પ્રવેશ કર્યો અને તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા.
તેઓ તેમના પતિ અને મુખ્યમંત્રી એમજી રામચંદ્રનના મૃત્યુ બાદ સીએમ બન્યા હતા. એમજીઆર તરીકે જાણીતા રામચંદ્રન 1977 થી 1987 વચ્ચે સતત દસ વર્ષ સુધી તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા. અમ્મા તરીકે પ્રખ્યાત જયલલિતાએ રાજકારણમાં પ્રવેશતા પહેલા તમિલ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. એક સમયે તમિલ ફિલ્મોમાં સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કામ કરનાર એમ કરુણાનિધિ 5 વખત તમિલનાડુના મુખ્યમંત્રી રહ્યા હતા.
કમલ હાસને ફેબ્રુઆરી 2018માં રાજકીય પક્ષ મક્કલ નીધી મય્યમ પાર્ટીની રચના કરી હતી. તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીએ 2008માં પ્રજા રાજ્યમ પાર્ટી નામની પોતાની પાર્ટી બનાવી. 2009ની વિધાનસભા ચૂંટણીમાં આ પાર્ટીએ 18 બેઠકો જીતી હતી. રજનીકાંતે ડિસેમ્બર 2017માં પોતાની પાર્ટી રજની મંદરામની જાહેરાત કરી હતી.