સાઉથના સુપરસ્ટાર રામ ચરણ બન્યા પિતા, પત્ની ઉપાસનાએ બાળકીને જન્મ આપ્યો છે. લગ્નના 11 વર્ષ બાદ રામ ચરણના ઘરે કિલકારી ગુંજી છે.
સાઉથના સ્ટાર કપલ રામ ચરણ અને ઉપાસનાના ઘરે કિલકારી ગુંજી છે. રામ ચરણની પત્ની ઉપાસનાએ પુત્રીને જન્મ આપ્યો છે. જણાવી દઈએ એક સોમવારે ઉપાસનાને હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં 20 જૂને એટેલ કે આજે બાળકીનો જન્મ થયો હતો. લગ્નના 11 વર્ષ બાદ રામ ચરણ અને ઉપાસના માતા-પિતા બન્યા છે.
- Advertisement -
Congratulations Anna @AlwaysRamCharan & Vadina @upasanakonidela ❤️
Mr C & Mrs C Blessed With Baby Girl ✨️🥁#RamCharanUpasanaBabyGirl pic.twitter.com/Vua1KkbzGP
— Trends RamCharan™ (@TweetRamCharan) June 19, 2023
- Advertisement -
આ પહેલા હોસ્પિટલમાંથી રામ અને તેની પત્નીનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો હતો જેના કલાકો બાદ આ સમાચાર આવ્યા છે.
#WATCH | Telangana | Fans of actor Ram Charan and staff of the Apollo Hospital in Hyderabad celebrate and cut a cake as the actor and his wife Upasana Kamineni welcome a baby girl.
"The baby and mother are doing well," says a medical bulletin by the hospital. pic.twitter.com/dHZMjBCysb
— ANI (@ANI) June 20, 2023
14 જૂન 2012ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા
ઘણા સમયથી ઉપાસનાની પ્રેગ્નન્સી વિશે ચર્ચાઓ ચાલી રહી હતી. રામ ચરણની પત્ની ઉપાસનાએ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે વધી ગયો. રામ ચરણ અને ઉપાસના 14 જૂન 2012ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે આ દંપતીના ઘરમાં નાના-નાના કિલકારો ગુંજી રહ્યા છે. ઉપાસનાએ હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે.
સુપરસ્ટાર ચિરંજીવી બન્યા દાદા
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી દાદા અને પત્ની સુરેખા દાદી બની ગયા છે. આ સમાચાર આવ્યા બાદ રામ ચરણ અને ઉપાસનાના આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. રામ ચરણના ચાહકો પણ બાળકીની પ્રથમ ઝલક મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.