જો પરમાણું હુમલો કરશે તો ઉત્તર કોરિયાના શાસનનો અંત આવશે
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર કોરિયાના વધતા જતા મિસાઈલ અને રોકેટ પરીક્ષણો વચ્ચે દક્ષિણ કોરિયાએ કિમ જોંગ-ઉન શાસનને ચેતવણી આપી છે. સિયોલે કહ્યું છે કે જો ઉત્તર કોરિયા તેના પર કોઈપણ પ્રકારનો પરમાણુ હુમલો કરશે તો તે કિમ જોંગ-ઉનના નેતૃત્વ હેઠળના શાસનનો અંત આવી જશે.
- Advertisement -
અમેરિકા અને દક્ષિણ કોરિયા વચ્ચે હાલમાં જ સૈન્ય સ્તરે હથિયારોની તૈનાતીને લઈને વાતચીત થઈ હતી. જેના કારણે ઉત્તર કોરિયાએ મિસાઈલ પરીક્ષણ કર્યું હતું. એક ચેતવણી પણ જારી કરી હતી કે આ વિસ્તારમાં ઞજ પરમાણુ સક્ષમ સબમરીન અને અન્ય રાજદ્વારી જમાવટ તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ફરજ બની શકે છે.
ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન કાંગ સુન-નામે એક દિવસ પહેલા અમેરિકાની 18,750 ટનની ઓહિયો ક્લાસ મિસાઇલ સબમરીન યુએસએસ કેન્ટકીના દક્ષિણ કોરિયામાં આગમનની નિંદા કરી હતી. 1981 બાદ આ પ્રથમ વખત છે જ્યારે અમેરિકાએ પોતાની સબમરીન દક્ષિણ કોરિયા મોકલી છે. બંને દેશો વચ્ચે પ્રથમ ન્યુક્લિયર ક્ધસલ્ટેટિવ ગ્રૂપ મીટિંગને ધ્યાનમાં રાખીને યુએસ નેવી સબમરીન મંગળવારે બુસાન પહોંચી હતી. આ અંગે ઉત્તર કોરિયાએ બંને દેશોને પરમાણુ હથિયારોના ઉપયોગ અંગે ચેતવણી આપી હતી.
દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાની ધમકી પર કહ્યું કે કિમ શાસનનો પરમાણુ કાર્યક્રમ અને મિસાઈલ પરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. હાલમાં ઉત્તર કોરિયા એકમાત્ર એવો દેશ છે જેણે દક્ષિણ કોરિયા અને યુએસના જોડાણને પરમાણુ હુમલાની ધમકી આપી છે. દક્ષિણ કોરિયાએ ચેતવણી આપી છે કે જો પરમાણુ હુમલા જેવી ઘટના થશે તો તેનો જવાબ તાત્કાલિક, મોટા પાયે અને અંતિમ હશે. આ સાથે જ દક્ષિણ કોરિયાએ ચેતવણી આપતા કહ્યું કે તે જો પરમાણું હુમલો કરશે તો ઉત્તર કોરિયાના શાસનનો અંત આવશે.