કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવી રહેલા જુદાજુદા પગલાંઓ અનુસંધાને શહેરની જુદીજુદી બેંકો, ઓફિસો, દુકાનો કોમર્શિયલ કોમ્પલેક્ષ વગેરેમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા માટે મહાનગરપાલિકા દ્વારા SOP જાહેર કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
વિશેષમાં મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, જે તે બેંકો, ઓફિસો, કોમર્શિયલ કોમ્પલેક્ષ, દુકાનો કે અન્ય ઈમારતોમાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય અને તે માટેની જાગૃતિ આવે તથા તેના માધ્યમથી કોરોના વાયરસ સામે ચાલતી લડતમાં સૌ નાગરિકો સાથસહકાર આપે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વ્યવસ્થા કરાવવામાં કરી રહી છે