વહાલુડીના વિવાહ-7ની તૈયારીનો ધમધમાટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઈ ગારડી વૃદ્ધાશ્રમ ‘દીકરાનું ઘર’ ઢોલરા દ્વારા છેલ્લા છ વર્ષથી પ્રતિવર્ષ માતા-પિતાવિહોણી કે પિતાવિહોણી 22 દીકરીઓના જાજરમાન લગ્ન યોજવામાં આવે છે.
આ વર્ષે પણ વહાલુડીના વિવાહ-7 આગામી 29 ડીસેમ્બર રવિવારના રોજ રાજકોટના આંગણે સમાજજીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક દિવ્યાંગ દીકરી સહિત 23 દીકરીઓના જાજરમાન લગ્નોત્સવ યોજાનાર છે, જે અંગેની તૈયારી માટે દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પરિવારના વહાલુડીના વિવાહ-7ના મુખ્ય યજમાન કડવા પટેલ સમાજના અગ્રણી એસ સોફ્ટવેર એકસપોર્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર સંજયભાઈ ધમસાણીયાના અધ્યક્ષસ્થાને સંસ્થાના તમામ કાર્યકર્તાઓની જનરલ મીટીંગ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના ઓડિટોરિયમમાં યોજવામાં આવેલી હતી જે ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે. આ મીટીંગમાં સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રતાપભાઈ પટેલ, હસુભાઈ રાચ્છ, વસંતભાઈ ગાદેશા, કિરીટભાઈ આદ્રોજા, સુનિલભાઈ મહેતા, હરેશભાઈ પરસાણા, પ્રજ્ઞેશભાઈ પટેલ, અશ્ર્વિનભાઈ પટેલ, શૈલેશભાઈ જાની, ઉપેનભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા.દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સ્થાપક અને વહાલુડીના વિવાહના સ્વપ્નદૃષ્ટા મુકેશભાઈ દોશીએ સૌને આવકારી ફરી એક વાર 23 દીકરીઓના મા-બાપ, ભાઈ કે બહેન બનવાનો અનેરો અવસર 23 દીકરીઓનો લગ્નોત્સવ નજીક આવી ગયો છે તેમ જણાવી કરિયાવર, આણુદર્શન, મહેંદી રસમ, બ્યુટીપાર્લર, ડાંડીયારાસ, ભોજન વ્યવસ્થા, આણુ રવાના, ક્ધયાદાન, થેલેસેમિયા ટેસ્ટ, દીકરીઓને શીખ આપવાનો કાર્યક્રમ, કંકોત્રી, નિમંત્રણ સહિતની બાબતોની વિસ્તૃત માહિતી આપી તમામને નાના-મોટા સૂચનો હોય તે જણાવવા સૌને અપીલ કરી અને દર વર્ષની જેમ વહાલુડીના વિવાહ-7નો પ્રસંગ દિવ્ય-ભવ્ય બની રહે તે અને દરેક દીકરીઓ રાજી થઈને જાય તે માટે ઉત્સાહથી કાર્યરત રહેવા જણાવ્યું હતું. સમગ્ર જનરલ મીટીંગની સફળતા માટે અનુપમ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, ફાલ્ગુનીબેન કલ્યાણી, ગીતાબેન વોરા, મિહીર ગોંડલીયા, કામેલ માજી કાર્યરત રહ્યા હતા.