ભક્તિભાવભર્યો રાસ, સુવ્યવસ્થિત આયોજન અને દમદાર ઓરકેસ્ટ્રા રહી ખાસ આકર્ષણ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
વિશ્વ વણિક સંગઠન અને જૈન વિઝનનાં સંયુક્ત ઉપક્રમે આયોજિત ‘સોનમ નવનાત વણિક ગરબા’ને રાજકોટનો શ્રેષ્ઠ ગરબા તરીકે બિરદાવવામાં આવ્યો છે. આ ભવ્ય રાસોત્સવની મુલાકાતે આવેલા મહાનુભાવોએ આયોજનને ‘સુપર ડુપર’ ગણાવી ખેલૈયાઓના ભક્તિભાવ સાથેના રાસ અને કાર્યકરોની સુવ્યવસ્થા બદલ પ્રશંસા કરી હતી.રાસોત્સવનું બીજું મુખ્ય આકર્ષણ દમદાર ઓરકેસ્ટ્રા, સિંગરો અને એન્કર રહ્યા હતા. કલાકારોએ મોડી રાત સુધી સ્ટેજ ગજાવી ખેલૈયાઓને રાસના તાલે ઝૂમતા રાખ્યા હતા. ઉત્સવ દરમિયાન મહેમાનોના હસ્તે વિજેતા ખેલૈયાઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ખાસ કરીને ઉખક ગ્રુપના અગ્રણી હરીશભાઈ લાખાણી અને શ્રીમતી જતનાબેન લાખાણીનું મોમેન્ટો આપીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં પંચવટી સંઘના પ્રમુખ પ્રફુલભાઈ ધામી, તબીબ ડો. અજય મહેતા, જીતેન્દ્ર ગ્રુપના જયભાઈ ખારા, પૂર્વ કોર્પોરેટર જયેન્દ્રભાઈ મહેતા, ડો. અમિત હપાણી, ડો. એમ.વી. વેકરિયા, જૈન અગ્રણી રજતભાઈ સંઘવી અને ઓસ્કાર સ્કાય પરિવાર સહિતના અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ ગરબાને સફળ બનાવવા ઉખક ગ્રુપ, ઉંખઉં ગ્રુપના મયુર્ધ્વજસિંહ જાડેજા, કયુપીટ ગિફ્ટ પાર્ટનર, સેરા સેનેટરીવેર્સ, ઇકોનો બ્રોકિંગ, વિસામાન પાઇપ્સ અને કેર ફિઝીયોથેરાપી તથા સ્પોર્ટ્સ રિહેબનો મહત્વનો સહયોગ મળ્યો હતો. વિશ્વ વણિક સામાજિક સંગઠનના ચેરમેન સી.એમ. શેઠ તથા જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારી અને જયેશ શાહના માર્ગદર્શન હેઠળ 40થી વધુ કાર્યકરોની વિશાળ ટીમે મહોત્સવને ભવ્ય સફળતા અપાવી હતી.



