ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ વેસ્ટર્ન રેલવે સલાહકાર સમિતિના સભ્યો અને રેલવેના અધિકારી સાથેની એક મીટીંગ વેરાવળ રેલવે સ્ટેશન ખાતે મુખ્ય સ્ટેશન માસ્તર મહાપાત્રના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી જેમાં રેલવે સ્ટેશન પોલીસ અધિકારી અવિનાશ પાંડે સહિત જુદા જુદા વિભાગના લોકોએ મીટીંગમાં ભાગ લીધો. જેમાં મુકેશ ચોલેરા, લાલચંદ પશુરામ, ગજેન્દ્ર ગોસ્વામી ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે, વેરાવળથી બાંન્દ્રા જતી 22 કોચની ટ્રેનમાં જનરલ ડબ્બો ફક્ત આગળ જ રહે છે. જે પાછળ અને વચમાં રહેવો જોઈએ આ ઉપરાંત લાંબા રૂટની ટ્રેનો શરૂ કરવા માગણી વેરાવળ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ નંબર 2 અને 3 ઉપરથી પ્લેટફોર્મ નંબર 1 ઉપર જવા આદ્રીસાઈડમાં ઓવરબ્રીજ, લીફ્ટ તથા એક્સેલીટર કરવું જરૂરી છે. આ ન હોવાથી યાત્રિકોને અંદાજે એક કિલોમીટર ચાલીને સામાનનો બોજ ઉચકીને જવું પડે છે. આવી અનેક સમસ્યા વિષે રેલવે અધિકારીને વાકેફ કર્યા હતા ત્યારે આ તમામ માગણીઓની નોંધ લઈને વડી કચેરીએ મોકલી આપેલ છે.
સોમનાથ-વેરાવળ રેલવે સલાહકાર સમિતિની વેરાવળ ખાતે મિટિંગ મળી
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/01/સોમનાથ-વેરાવળ-રેલવે-સલાહકાર-સમિતિની-મીટીંગ-વેરાવળ-રેલવે-સ્ટેશન-ખાતે-મળી-860x645.jpg)