બે વાર ભાજપે અને બે વાર કોંગ્રેસ દ્વારા ઉમેદવારો ઉભા રાખ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથની 90 સોમનાથ બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ રહેલું છે. હાલ 48000 કોળીના મતદારો છે. ભૂતકાળ ખગોળીએ તો 1985 અને 1990માં ભાજપ દ્વારા હીરાભાઈ રામજીભઈ ચુડાસમાને બે વાર ટિકિટ આપી લડાવ્યા હતા પરંતુ બન્ને વખત કોંગ્રેસે મેદાન માર્યું હતું.1985માં એમ.એફ બ્લોચ તો 1990માં જશાભાઈ ભાણા બારડે વિધાનસભામાં તેમને હરાવ્યા હતા. જો કે કોંગ્રેસે 2017 માં ચોરવાડ નગરપાલિકા પ્રમુખ અને યુવા નેતા અને ફ્રેશ ચહેરો વિમલભાઈ ચુડાસમાને ઉતર્યા હતા જેઓ ભાજપના જશાભાઈ સાંવ 20450 મતની લીડથી જીતી ગયા હતા. 2022 માં પણ વિમલભાઈ પર કોંગ્રેસે પસંદગી નો કળશ ઢોળ્યો છે. મુસ્લિમ અને કોળી વોટ બેન્ક થી જીતનો દાવો કરી રહ્યા છે.
- Advertisement -
ગીર સોમનાથ જિલ્લામાં 1990થી કોળી ઉમેદવારો અને કોળી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. 1990, 1995, 1998, 2002, 2012 અને 2017માં કોંગ્રેસે 6 વખત કોળી સમાજના પૂંજાભાઈ વંશને ઉમેદવાર બની આ બેઠક પર જીત મેળવી છે. તો 2007માં પૂંજાભાઈ વંશ હાર્યા હતા. ભાજપે 2007, 2012માં કે.સી.રાઠોડને ઉમેદવાર બનાવ્યા હતા જેમાં 2007માં પૂંજાભાઈને હરાવી કે.સી.ધારાસભ્ય બન્યા હતા તો 2012માં તેઓ પૂંજાભાઈ સામે હારી ગયા હતા. 2017માં હરિભાઈ સોલંકીને ભાજપે ઉમેદવાર બનાવેલા તેઓ પણ પૂંજાભાઈ સામે હારી ગયા હતા. હવે 2022માં ભાજપે ફરી કે.સી.રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે પણ આઠમી વાર પૂંજાભાઈ વંશને મેદાને ઉતાર્યા છે. કોળી સમાજના 70000થી વધારે મતો છે.